PM Modi Visit Gujarat: પીએમ મોદી શુદ્ધ નર્મદાનું પાણી પહોંચાડવા માટે વોટર ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કનું લોકાર્પણ કરશે

ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારના પેથાપુર અને રાંધેજા ખાતે ચરેડી હેડવર્કસથી શુદ્ધ નર્મદાનું પાણી પહોંચાડવા માટે વોટર ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કનું લોકાર્પણ થશે. આ પ્રોજેક્ટથી અંદાજે 50,000થી વધુ લોકોને શુદ્ધ પીવાનું પાણી મળશે.
પીએમ મોદી આ કામોનું ખાતમુહૂર્ત કરશે
રાંધેજામાં રૂ. 37 કરોડના ખર્ચે ગટર નેટવર્ક અને સુએજ પમ્પિંગ સ્ટેશનનું બાંધકામ. પેથાપુરમાં રૂ. 34 કરોડના ખર્ચે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઈનનું નિર્માણ. ધોળાકૂવાથી પંચેશ્વર સર્કલ સુધી મેટ્રો લાઇનને સમાંતર રૂ. 72 કરોડના ખર્ચે રોડ બાંધકામ. કોબા, રાયસણ અને રાંદેસણમાં રૂ. 31 કરોડના ખર્ચે પાણી અને ગટર લાઈન નાખવાની કામગીરી. ભાટ-મોટેરા લિંક રોડના નવીનીકરણ માટે રૂ. 25 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરશે.
ગુડાના 38.14 કરોડના કામોનું લોકાર્પણ
ડભોડા ખાતે એક-એક એમએલડી ક્ષમતાના બે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ચાર સુએજ પમ્પિંગ સ્ટેશન અને ગામતળમાં ડ્રેનેજ નેટવર્કનું લોકાર્પણ થશે.
આ તમામ પ્રોજેક્ટ્સનો ઉદ્દેશ્ય ગાંધીનગરના નાગરિકોના ‘ઇઝ ઓફ લિવિંગ’ માં વધારો કરવાનો છે. શહેરી વિકાસ યાત્રાના બે દાયકા પૂર્ણ થવાની ઉજવણી રૂપે રાજ્ય સરકાર આ વિકાસ કાર્યોને વેગ આપી રહી છે.