સ્પોર્ટ્સ

IPL 2026: RCBના પૂર્વ વિસ્ફોટક ખેલાડીએ આ ભૂમિકા ભજવવા તૈયારી દર્શાવી

વર્ષ 2021માં ક્રિકેટના બધા જ ફોર્મેટમાં નિવૃત્તિ લેનારા ડીવિલિયર્સે હવે કહ્યું છે કે લીગમાં પૂર્ણ રીતે સમય આપવો મુશ્કેલ છે, પણ RCB સાથે મારા સંબંધ ખૂબ સારા છે. જો આરસીબીની ફ્રેન્ચાઇઝીને મારી જરૂર તો હું પણ તૈયાર છું. ડીવિલિયર્સે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે,’ હું ભવિષ્યમાં જુદી ભૂમિકામાં આઈપીએલમાં ફરીવાર જોડાઈ શકું છું, પણ વ્યાવસાયિક રીતે પૂર્ણ-સમય સામેલ થવું મુશ્કેલ છે. મારુ દિલ હંમેશા આરસીબીની સાથે છે અને રહેશે. જો ફ્રેન્ચાઇઝી ઈચ્છે કે હું કોચ કે મેંટોર બની શકું છું તો હું જરૂર મારા સમય પ્રમાણે આરસીબીની ટીમમાં વાપસી કરીશ’.

IPLમાં ડીવિલિયર્સની કારકિર્દી 

ઉલ્લેખનીય છે કે એબી ડીવિલિયર્સે આઈપીએલમાં કૂલ મેચ રમી હતી. જેમાં 4522 રન બનાવ્યા હતા. તે દરમિયાન ડીવિલિયર્સે આરસીબી માટે બે સેન્ચુરી અને 37 હાફ સેન્ચુરી ફટકારી હતી.

એબી ડીવિલિયર્સના નામે આઇપીએલ ઇતિહાસમાં સૌથી મોટો પાર્ટનરશિપનો રેકોર્ડ નોંધાયો છે. તેણે 2016માં ગુજરાત લાયન્સ સામે વિરાટ કોહલી સાથે 229 રનની પાર્ટનરશિપ બનાવી હતી. તે સિઝનમાં ડીવિલિયર્સે 687 રન બનાવ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button