એન્ટરટેઇનમેન્ટ
Actor Vijay: સાઉથના સુપરસ્ટાર અભિનેતા પર ધરપકડની તલવાર લટકી, જાણો શું છે મામલો

Case Filed Against Actor Vijay: પ્રાપ્ત માહિતી પ્રમાણે 20 ઓગસ્ટના રોજ તમિલનાડુના મદુરાઈ જિલ્લાના પારાપથીમાં તમિલગા વેત્રી કઝગમ (ટીવીકે)ના બીજા રાજ્ય સમ્મેલનમાં એક્ટર વિજયે ભાગ લીધો હતો. સમ્મેલન દરમિયાન વિજયના બાઉન્સરોએ રેમ્પ પર ચઢવાનો પ્રયાસ કરતી વખતે કાર્યકર્તા શરથકુમારને બળજબરીથી ધક્કો મારતા તેઓ પડી ગયા હતા અને તેમની છાતીમાં ગંભીર ઈજા પહોંચી હતી.
વિજયના બાઉન્સરોએ મારપીટ કર્યાનો આરોપ
ત્યારબાદ સરથકુમાર પોતાના સાથીદારો સાથે પેરામ્બલુર જિલ્લા પોલીસ અધિક્ષક કાર્યાલય પહોંચ્યા, જ્યાં તેમણે ગંભીર મામલોમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે અહીં હાજર પત્રકારોને જણાવ્યું કે ટીવીકે ચીફ વિજયના બાઉન્સરોએ અમારી સાથે મારપીટ કરી જેના પછી તેમને છાતીમાં દુ:ખાવો થવા લાગ્યો હતો. કાર્યકર્તાની ફરિયાદ પર કુન્નમ પોલીસે વિજય અને સુરક્ષા સ્ટાફ વિરુદ્ધ કેસ નોંધ્યો છે.