સ્પોર્ટ્સ
ICC ODI rankings: ટોપ-10માં ટીમ ઈન્ડિયાના ચાર ખેલાડી, આ બેટરને થયો મોટો ફાયદો

ભારતીય ટીમનો ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલ 784ના રેટિંગ સાથે ટોચ પર છે. જ્યારે રોહિત શર્મા 756 રેટિંગ સાથે બીજા સ્થાને છે.
જ્યારે પાકિસ્તાનનો બાબર આઝમ 739 પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે છે. જ્યારે વિરાટ કોહલી 736 ના રેટિંગ સાથે ચોથા નંબર પર યથાવત છે. તેમજ શ્રેયસ અય્યરે 704 પોઈન્ટ સાથે આઠમાં ક્રમે છે.
કેએલ રાહુલ અને ટ્રેવિસ હેડને એક-એક સ્થાનનો ફાયદો
અફઘાનિસ્તાનનો ઇબ્રાહિમ ઝદરાન 10મા ક્રમે છે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાનો ટ્રેવિસ હેડ હવે એક સ્થાનના ફાયદા સાથે 11મા ક્રમે પહોંચી ગયો છે. તેનું રેટિંગ 669 છે.
શ્રીલંકાના કુલાસ મેન્ડિસ પણ 669 પોઈન્ટ સાથે અગિયારમાં સ્થાને છે. કેએલ રાહુલ પણ એક સ્થાનના ફાયદા સાથે 14મા ક્રમે પહોંચી ગયો છે. તેનું રેટિંગ હાલમાં 638 છે.