શું 31 ઓગસ્ટ પછી Paytm બંધ થઈ જશે?

Paytm UPI Shutdown: જ્યારથી ઓનલાઈન પેમેન્ટની શરૂઆત થઈ છે, ત્યારથી લોકો ખિસ્સામાં રોકડ રાખવાની આદત લગભગ ભૂલી ગયા છે. આજે દરેક જગ્યાએ UPI દ્વારા પેમેન્ટ કરવામાં આવે છે.
હવે તો દરેકના ફોનમાં Google Pay, PhonePe અને Paytm જેવી UPI એપ્લિકેશન્સ હોય છે. પરંતુ તાજેતરમાં Google Play દ્વારા એક નોટિફિકેશન મોકલવામાં આવી રહી છે,
જેના કારણે લોકોમાં ચિંતા ફેલાઈ ગઈ છે. આ નોટિફિકેશનમાં જણાવાયું છે કે Paytm UPI 31 ઓગસ્ટ, 2025 પછી કામ નહીં કરે. આનાથી સોશિયલ મીડિયા પર અફવાઓ અને ખોટા મેસેજ વાયરલ થયા છે. આ બધી ગેરસમજને દૂર કરવા Paytm કંપનીએ સ્પષ્ટતા કરી છે.
કેમ ફેલાઈ રહ્યો છે ભ્રમ?
ગૂગલ પ્લે પર તાજેતરમાં જ એક નોટિફિકેશન આવી, જેનાથી Paytm યુઝર્સ હાફડાફાફડા થઈ ગયા છે. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, 31 ઓગસ્ટ 2025 બાદ Paytm UPI હેન્ડલ સ્વીકાર નહીં કરાય,
જેનાથી લોકોમાં એવો ભ્રમ ફેલાઈ ગયો કે Paytm પર UPI પેમેન્ટ્સ બંદ થઈ જશે. જો તમે પણ આવું જ વિચારી રહ્યા છો, તો આ ખોટું છે.
Paytmથી UPI પેમેન્ટ્સ તમે 31 ઓગસ્ટ બાદ પણ કરી શકશો. દેશભરમાં આ મામલે મૂંઝવણ વધતા Paytmએ આ મામલે સ્પષ્ટતા કરી છે.