HOME

Mitchell Starc Retirement : IPLના સૌથી મોંઘા ખેલાડીએ T20Iમાંથી લીધી નિવૃત્તિ, જાણો શું છે કારણ

અહેવાલો અનુસાર, મિચેલ સ્ટાર્કે T20 વર્લ્ડ કપ 2026ના થોડા મહિના પહેલા જ નિવૃત્તિની જાહેરાત કરી છે. તેણે છેલ્લે ગયા T20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા માટે T20 ઈન્ટરનેશનલ મેચ રમી હતી. ટેસ્ટ અને ODI ક્રિકેટ ઉપરાંત, મિચેલ સ્ટાર્ક હવે સ્થાનિક T20 લીગમાં રમતો જોવા મળશે.

આમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPLનો સમાવેશ થાય છે. મિચેલ સ્ટાર્ક ઓસ્ટ્રેલિયા માટે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેણે આ ફોર્મેટમાં 79 વિકેટ લીધી હતી. તેનાથી આગળ એડમ ઝામ્પા છે, જેણે 130 વિકેટ લીધી છે.

સ્ટાર્કે 2012માં T20 ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું

35 વર્ષીય મિચેલ સ્ટાર્કે વર્ષ 2012માં પાકિસ્તાન સામેની મેચમાં T20 ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. ગયા વર્ષે ભારત વિરુદ્ધ ગ્રોસ આઈલેટમાં તે છેલ્લી T20 મેચ રમ્યો. તેણે 65 મેચોમાં કુલ 79 વિકેટ મેળવી છે. તે ઓસ્ટ્રેલિયા માટે T20માં બીજો સૌથી વધુ વિકેટ લેનારો બોલર છે. પહેલા ક્રમાંકે એડમ ઝામ્પા છે જેણે 103 મેચોમાં 103 વિકેટો ઝડપી છે.

સ્ટાર્કની T20 કારકિર્દી

T20Iમાંથી નિવૃત્તિ લીધા પછી, સ્ટાર્ક IPLમાં રમતો જોવા મળશે. સ્ટાર્કે છેલ્લી 2 IPL સીઝનથી ઘણી કમાણી કરી છે. સ્ટાર્ક IPL 2024માં સૌથી મોંઘો ખેલાડી બન્યો, જ્યારે કોલકાતા નાઈટ રાઇડર્સે આ ખેલાડીને 24.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો. જો કે, આ સીઝન તેના માટે ખાસ નહોતી અને KKRએ તેને IPL 2025 પહેલા રિલીઝ કરી દીધો. ત્યારબાદ સ્ટાર્ક IPL 2025માં દિલ્હી કેપિટલ્સ તરફથી રમતો જોવા મળ્યો હતો.

ઓસ્ટ્રેલિયા માટે 65 T20I મેચ રમી

સ્ટાર્કે ઓસ્ટ્રેલિયા માટે 65 T20I મેચ રમી હતી, જેમાં સ્ટાર્કે બોલિંગ કરતી વખતે 79 વિકેટ લીધી હતી. આ ઉપરાંત તેણે અત્યાર સુધી IPLમાં ફક્ત 51 મેચ રમી છે, જે દરમિયાન સ્ટાર્કે બોલિંગ કરતી વખતે 65 વિકેટ લીધ હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button