મારું ગુજરાત

Gandhinagar News : વિધાનસભામાં ચોમાસુ સત્રને લઈ ગાંધીનગર કિલ્લેબંધીમાં ફેરવાશે, 800 પોલીસ જવાનો તૈનાત કરાશે

રાજ્યની વિધાનસભામાં ત્રણ દિવસીય ચોમાસુ સત્ર ચાલુ થવા જઇ રહ્યું છે. ત્યારે રાજ્યભરના પ્રશ્નોને વાંચા નહિ આપવામાં આવતા કોંગ્રેસ અને આપના નેતાઓ આકરાપાણીએ જોવા મળી રહ્યા છે.

વોટ ચોર ગાદી છોડનો નારો કોંગ્રેસ દ્વારા બુલંદ કરવામાં આવ્યો છે. ત્યારે આ મુદ્દો વિધાનસભા સત્રમાં પણ ઉઠી શકે છે. તે ઉપરાંત આપ નેતા ચૈતર વસાવા અને ગોપાલ ઇટાલીયા વિધાનસભાને ગજવી શકે છે. આ સ્થિતિમાં ગુજરાત વિધાનસભાને લોખંડી સુરક્ષા પૂરી પાડવામાં આવશે.

સત્યાગ્રહ છાવણી ઉપર પોલીસની સાથે SRPના 50થી વધુ જવાનોને તૈનાત કરાશે

નેતાઓ ઉપર જનતા અને આંદોલન કરી રહેલા સંગઠનો વિધાનસભા ઉપર ચઢાઇ ના કરે તે માટે સત્ર દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. જેમાં નગરના પ્રવેશદ્વાર ઉપર વાહન ચેકિંગની સાથે સર્કલો ઉપર એસઆરપી જવાનોને ખડે પગે જોવા મળશે.

સત્યાગ્રહ છાવણી ઉપર પોલીસની સાથે એસઆરપીના 50થી વધુ જવાનોને તૈનાત કરવામાં આવશે, વિધાનસભા તરફના સર્કલો ઉપર પણ એસઆરપી જવાનો ગોઠવાશે. ત્રણ દિવસ દરમિયાન શહેરમાં અને સંકુલમાં 800 પોલીસ અધિકારી અને કર્મચારીઓ ફરજ બજાવશે.

વિધાનસભા સંકુલ અને ગાંધીનગર શહેર એમ બે ઝોનમાં બંદોબસ્ત હશે

સોમવારથી મળનારા સત્ર દરમિયાન ગાંધીનગર પોલીસ દ્વારા વિધાનસભા સંકુલ અને ગાંધીનગર શહેર એમ બે ઝોનમાં બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. વિધાનસભાના સત્ર દરમિયાન ગાંધીનગર શહેરમાં 2 એસપી, 6 ડીવાયએસપી, 30 પોલીસ ઇન્સ્પેક્ટર, 60 પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમજ 700થી વધુ પોલીસ જવાનોની સાથે એસઆરપી ગોઠવવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button