મારું ગુજરાત
Panchmahal News : ગરમ પાણીનો વાલ્વ અચાનક ખુલતા 5 કામદારો દાઝ્યા

પંચમહાલ જિલ્લાના હાલોલમાં આવેલી ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GIDC)ની એક એગ્રો કંપનીમાં ગંભીર દુર્ઘટના બની છે. કંપનીમાં ગરમ પાણીનો વાલ્વ અચાનક ખુલી જતાં પાંચ શ્રમિકો ગંભીર રીતે દાઝી ગયા.
ઇજાગ્રસ્તોની હાલત નાજુક
આ ઘટના બાદ, તમામ ઇજાગ્રસ્ત કામદારોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા કાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જોકે, તેમની હાલત નાજુક હોવાથી પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
કંપનીની બેદરકારી
કંપનીની બેદરકારીના કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું મનાય છે, અને સલામતીના નિયમોનું પાલન ન થવા અંગે પણ સવાલો ઉભા થયા છે. આ સમગ્ર મામલે હાલોલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.