Ahmedabad News : ગોમતીપુરમાં હત્યાના આરોપી દોરડા વડે બાંધી પોલીસે જાહેરમાં સરઘસ કાઢ્યું

અમદાવાદના ગોમતીપુરમાં ગત 1 સપ્ટેમ્બરે સિગારેટ સળગાવવા માચીસ માંગતા ચાર શખ્સોએ બે યુવકો પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં મહેશ લોહીલુહાણ થતા તે ઢળી પડ્યો હતો.
તેમજ ભાવેશ અને શુભમ ત્યાંથી ભાગી ગયા હતા. આ દરમિયાન ચારેય શખ્સો પણ ત્યાંથી નાસી ગયા હતા. જ્યારે ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યાં સારવાર દરમિયાન મહેશનું મોત થયું હતું.
ભાવેશે ચારેય શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી
આ અંગે ભાવેશે ચારેય શખ્સો સામે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે તપાસ કરીને અન્ય બે આરોપી જય ઉર્ફે જયલો અને કનૈયા ઉર્ફે બાબુ સહિત છ આરોપીની ધરપકડ કરીને ઘટનાસ્થળે લઇ જઇને રિકન્ટ્રક્શન કરીને પંચનામુ કર્યુ છે.
મહેશનું સારવાર દરમિયાન મોત થયું હતું
મહેશને સારવાર માટે શારદાબેન હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે ગંભીર ઇજા હોવાને કારણે મહેશનું સારવાર દરમિયાન મોત થયું હતું. મૃતકના પરિવારે પોલીસ પર બેદરકારીના આક્ષેપ કર્યા છે. મૃતદેહને પીએમ માટે મોકલીને પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી તપાસ હાથ ધરી છે. હાલ આ કેસમાં આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે.