Retail price fix : દવાઓમાં મોટી રાહત, કેન્દ્ર સરકારે 42 દવાઓના ભાવ ઘટાડ્યા

કેન્દ્ર સરકારે 42 સામાન્ય દવાઓના રિટેલ ભાવ નક્કી કરીને જાહેર કર્યા છે. આ યાદીમાં બ્રોડ-સ્પેક્ટ્રમ એન્ટિબાયોટિક્સ સાથે સાથે ઇપ્કા લેબોરેટ્રીઝની દવાઓનો પણ સમાવેશ થાય છે.
આ દવાઓનો ઉપયોગ સામાન્ય રીતે અંગોના ટ્રાન્સપ્લાન્ટ પછી થતી ઓર્ગન રિજેક્શનની સમસ્યાને અટકાવવા માટે કરવામાં આવે છે. મેરોપેનમ અને સુલબૈક્ટમ ઇન્જેક્શનની નવી રિટેલ કિંમત પ્રતિ બોટલ લગભગ ₹1938 નક્કી કરવામાં આવી છે, જ્યારે માઇકોફેનોલેટ મોફેટિલની કિંમત પ્રતિ ટેબલેટ ₹131.58 રહેશે.
સામાન્ય બેક્ટેરિયલ ઇન્ફેક્શનની સારવાર માટે વપરાતી એબોટ હેલ્થકેરની ક્લેરિથ્રોમાઇસિન એક્સટેન્ડેડ રિલીઝ ટેબલેટની કિંમત હવે પ્રતિ ટેબલેટ ₹71.71 નક્કી કરવામાં આવી છે.
નોંધનીય છે કે આ વર્ષની ફેબ્રુઆરીમાં જ નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA) એ ઉત્પાદકોને સૂચના આપી હતી કે તેઓ પોતાના ભાવની યાદી રાજ્ય સરકારો, સ્ટેટ ડ્રગ કન્ટ્રોલર અને ડીલરો સુધી પહોંચાડે. સરકાર દ્વારા જાહેર કરાયેલ આ 42 દવાઓના ભાવ સામાન્ય સારવારમાં ઉપયોગી એવા મેડિસિન્સને ધ્યાનમાં રાખીને ફિક્સ કરવામાં આવ્યા છે.
ખાસ કરીને ટ્રાન્સપ્લાન્ટ સર્જરી બાદ દર્દીના શરીરમાં નવા અંગને સ્વીકારવામાં તકલીફ ઉભી થાય ત્યારે જે દવાઓ વપરાય છે તેનો પણ આ યાદીમાં સમાવેશ છે.
NPPAએ પોતાના અગાઉના આદેશમાં પણ સ્પષ્ટ કર્યું
નક્કી કરાયેલ ભાવ હવે દરેક રિટેલર્સ અને ડીલરો દ્વારા લોકોને સ્પષ્ટ રીતે વંચાય તે રીતે દર્શાવવા ફરજિયાત રહેશે. NPPAએ પોતાના અગાઉના આદેશમાં પણ સ્પષ્ટ કર્યું હતું કે મુખ્ય ભાવની યાદી ઉપરાંત સપ્લિમેન્ટરી ભાવની યાદી (જો હોય તો) પણ યોગ્ય સ્થળે ચોટાડવી ફરજિયાત છે.