Kajal Aggarwal : ‘હું જીવતી છું અને એકદમ સુરક્ષિત છું’:અકસ્માતમાં મોતની ચર્ચા પર કાજલ અગ્રવાલે સ્પષ્ટતા કરી

‘સિંઘમ’ ફેમ એક્ટ્રેસ કાજલ અગ્રવાલના અકસ્માત અને મૃત્યુની અફવાઓ ફેલાઈ હતી. વાત આગની જેમ ફેલાતા એક્ટ્રેસે જાતે આ અફવા અંગે સ્પષ્ટતા કરી હતી.
કાજલે પોતે સુરક્ષિત હોવાની અને સ્વસ્થ હોવાની અપડેટ આપી હતી, તેમજ સોશિયલ મીડિયા પર ફેલાઈ રહેલી અફવાઓથી દૂર રહેવાની સલાહ પણ આપી હતી. કાજલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂકી લખ્યું, ‘મેં કેટલાક પાયાવિહોણા સમાચાર જોયા,
જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, મારો અકસ્માત થયો છે (અને હું હવે આ દુનિયામાં નથી) અને સાચું કહું તો, તે ખૂબ જ રમુજી છે કારણ કે, તે સંપૂર્ણપણે ખોટું છે.’
ખોટા સમાચાર પર વિશ્વાસ ન કરો
એક્ટ્રેસે આગળ લખ્યું, ‘ભગવાનની કૃપાથી, હું તમને બધાને ખાતરી આપવા માંગુ છું કે, હું એકદમ ઠીક છું, સુરક્ષિત છું અને સારું કરી રહી છું. હું તમને નમ્ર વિનંતી કરું છું કે, આવા ખોટા સમાચાર પર વિશ્વાસ ન કરો કે ફેલાવો નહીં. ચાલો આપણે આપણું ધ્યાન સકારાત્મકતા અને સત્ય પર રાખીએ.’
માલદીવમાં વેકેશન માણી રહી છે
નોંધનીય છે કે, કાજલ અગ્રવાલ આ દિવસોમાં માલદીવમાં વેકેશન માણી રહી છે. તે એક મહિનાથી માલદીવમાં છે અને ત્યાંથી સતત સુંદર તસવીરો શેર કરી રહી છે. કરિયરની વાત કરીએ તો, કાજલ અગ્રવાલ આ વર્ષે ‘સિકંદર’ અને ‘કનપ્પા’ ફિલ્મમાં જોવા મળી છે. આગામી દિવસોમાં એક્ટ્રેસ ‘ધ ઈન્ડિયા સ્ટોરી’, ‘ઈન્ડિયન 3’, ‘રામાયણ: ભાગ-1’ અને ‘રામાયણ: ભાગ-2’માં જોવા મળશે.