GST Reforms : હીરા અને જ્વેલરી ઉધોગોને GSTથી મળી રાહત, ઉદ્યોગપતિઓ અને ગ્રાહકો બંનેને થશે ફાયદો

GJEPC (Gem and Jewellery Export Promotion Council)એ જણાવ્યું હતું કે સરકાર દ્વારા GST સુધારાથી હીરા અને જ્વેલરી ઉદ્યોગને મોટી રાહત મળી છે.
જે નાના વેપારીઓ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કાઉન્સિલે જણાવ્યું હતું કે ડાયમંડ ઇમ્પોર્ટ ઓથોરાઇઝેશન સ્કીમ હેઠળ 25 સેન્ટ સુધીના નેચરલ કટ અને પોલિશ્ડ હીરાની આયાત પર IGST (અગાઉ 18%) મુક્તિ આપવાનો નિર્ણય નાના હીરા પ્રોસેસિંગ ઉદ્યોગ અને નિકાસકારો માટે મદદરૂપ સાબિત થઈ શકે છે.
આનાથી તેમની કાર્યકારી મૂડી પર દબાણ ઘટશે અને નાના ઉત્પાદકો સરળતાથી તેમનો વ્યવસાય ચલાવી શકશે.
ગિફ્ટ અને પેકેજિંગમાં લાભ
સરકારે જ્વેલરી બોક્સ પર GST દર 12% થી ઘટાડીને 5% કરવાનો નિર્ણય લીધો છે. આનાથી રિટેલર્સ અને નિકાસકારો માટે બોક્સની કિંમત ઓછી થશે અને ગ્રાહકો માટે પેકેજિંગ અને ગિફ્ટ વધુ સસ્તી બનશે.
GJEPC એ જણાવ્યું હતું કે આ પગલું માત્ર વેપારીઓ માટે જ લાભદાયી નથી પરંતુ ગ્રાહકો માટે પણ ફાયદાકારક સાબિત થશે.
વૈશ્વિક પડકારોનો પણ સામનો થશે
GJEPCના ચેરમેનએ જણાવ્યું, આ પગલાં સ્થાનિક માંગને વેગ આપશે અને આપણી નિકાસ પુરવઠા શૃંખલાઓને પણ ટેકો આપશે. આનાથી વૈશ્વિક પડકારોનો પણ સામનો થશે.
તેમણે કહ્યું કે ઉદ્યોગ ખાતરી કરશે કે હીરા અને ઝવેરાતના બોક્સની ઓછી કિંમતના ફાયદા સીધા ભારતીય ગ્રાહકો સુધી પહોંચે, જેનાથી ગ્રાહકનો વિશ્વાસ વધશે અને ઉદ્યોગનો લાંબા ગાળાનો વિકાસ થશે.