Yamaha Motors Pakistan : પાકિસ્તાનને વધુ એક ઝટકો, માઇક્રોસોફ્ટ બાદ હવે આ કંપનીએ ઉત્પાદન કર્યું બંધ, લોકો થયા હેરાન

પાકિસ્તાનના બીજા એક મોટા વાહન ઉત્પાદક યામાહા મોટરએ પોતાનો વ્યવસાય બંધ કરવાની જાહેરાત કરી છે. યામાહાએ જાહેરાત કરી છે કે હવે મોટરસાયકલનું ઉત્પાદન એટલે કે સ્થાનિક ઉત્પાદન બંધ થવા જઈ રહ્યું છે.
ફેક્ટરી બંધ થઈ રહી છે, પ્રશ્ન એ છે કે હાલના બાઇક માલિકોનું શું થશે? શું પાર્ટ્સ ઉપલબ્ધ થશે કે નહીં? વોરંટી બંધ થશે? સ્થાનિક ડીલરો કહે છે કે પાકિસ્તાનમાં સામાન્ય લોકોની આવક ઘટવાને કારણે લોકોનું ધ્યાન સસ્તી બાઇક તરફ ગયું છે અને લોકો મોંઘી બાઇક ખરીદવામાં ખચકાઈ રહ્યા છે.
શું છે સમગ્ર મામલો?
9 સપ્ટેમ્બર 2025ના રોજ, યામાહાએ પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જમાં ફાઇલ કરતી વખતે આ માહિતી આપી હતી. કંપનીએ વર્ષોથી ગ્રાહકોના વિશ્વાસ અને સમર્થન બદલ આભાર માન્યો હતો.
તેણે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે આ નિર્ણય તેમની બદલાયેલી બિસનેસ સ્ટ્રેટજીનું એક ભાગ છે. આ માટે, કંપનીએ તેની સત્તાવાર વેબસાઇટ પર એક પત્ર બહાર પાડ્યો છે.
પ્રોડકશન બંદ થશે પણ વેચાણ ચાલુ રહશે
યામાહાએ તેના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, “ભવિષ્યની સેવાઓ અંગે, યામાહાની નીતિ મુજબ, અમે અધિકૃત ડીલરો દ્વારા પૂરતા સ્ટોક સાથે સ્પેરપાર્ટ્સ પૂરા પાડવાનું ચાલુ રાખીશું.
અમે હાલની વોરંટી યોજના મુજબ વોરંટી સેવાઓ અને ગ્રાહક સપોર્ટ પૂરો પાડવા માટે પણ સંપૂર્ણપણે પ્રતિબદ્ધ રહીશું. આનો અર્થ એ થયો કે ભલે યામાહાએ પાકિસ્તાનમાં તેના વાહનોનું ઉત્પાદન બંધ કરી દીધું હોય,
પરંતુ તેની વેચાણ પછીની સેવા પર કોઈ અસર થશે નહીં. કંપનીનું સ્થાનિક ઉત્પાદન બંધ થશે, પરંતુ સ્પેરપાર્ટ્સ અધિકૃત ડીલરો દ્વારા ઉપલબ્ધ રહેશે. વોરંટી સેવા અને ગ્રાહક સંભાળ પણ પહેલાની જેમ ચાલુ રહેશે. એટલે કે, બાઇક માલિકોએ ગભરાવાની જરૂર નથી.
કંપનીએ આપી ખાતરી
યામાહાની આ જાહેરાત પછી, પાકિસ્તાનમાં તેના હાલના ગ્રાહકો માટે એક નવો પડકાર ઉભો થયો છે. આવનારા વર્ષોમાં પાર્ટ્સ અને ટેકનિકલ સપોર્ટ કેટલી સરળતાથી ઉપલબ્ધ થશે તે અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.
પરંતુ કંપનીએ ખાતરી આપી છે કે સ્પેરપાર્ટ્સ, વોરંટી દાવાઓ અને ટેકનિકલ સપોર્ટમાં કોઈ સમસ્યા નહીં આવે.