ટૉપ ન્યૂઝસ્પોર્ટ્સ

IND vs PAK : હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહનો ‘તરખરાટ’! : પાકિસ્તાનને આપ્યો ઝટકા પર ઝટકો

IND vs PAK score: ભારતીય ક્રિકેટ ટીમ અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ 2025ની છઠ્ઠી મેચ દુબઈના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

ભારત અને પાકિસ્તાને પોતાના અંતિમ અગિયારમાં કોઈ ફેરફાર કર્યો નથી. પહેલા બેટિંગ કરવા આવેલા પાકિસ્તાનની શરૂઆત ખરાબ રહી હતી. ભારતીય ટીમના બોલેરે પહેલા જ બોલ પર સૈમ અયુબની વિકેટ લીધી હતી.

હાર્દિક પંડ્યાએ તેને પેવેલિયન મોકલ્યો હતો. ટુર્નામેન્ટની પહેલી મેચમાં ભારતે UAE ને એકતરફી મેચમાં હરાવ્યું, જ્યારે પાકિસ્તાને ઓમાન સામે શાનદાર જીત મેળવી હતી.

પાકિસ્તાનને બીજો ફટકો

જસપ્રીત બુમરાહે મોહમ્મદ હેરિસને આઉટ કરીને પાકિસ્તાનને બીજો ફટકો આપ્યો. હેરિસ 5 બોલમાં ફક્ત 3 રન બનાવ્યા.

પાકિસ્તાને 5 રન બનાવ્યા

1 ઓવરમાં પાકિસ્તાનનો સ્કોર 1 વિકેટે 5 રન, હાર્દિક પંડ્યાની ઓવર સફળ રહી હતી.

હાર્દિક પંડ્યાને પહેલી સફળતા મળી

હાર્દિકે પહેલી જ ઓવરમાં પાકિસ્તાનને મોટો ઝટકો આપ્યો છે. હાર્દિકે પહેલા જ બોલ પર 0 ના સ્કોર પર સૈમને પેવેલિયન પાછો મોકલી દીધો હતો.

ભારત ટીમના પ્લેઈંગ ઈલેવન

ભારત (પ્લેઈંગ ઈલેવન): અભિષેક શર્મા, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, સંજુ સેમસન (વિકેટ કીપર), શિવમ દુબે, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, વરુણ ચક્રવર્તી

પાકિસ્તાન ટીમના પ્લેઈંગ ઈલેવન

પાકિસ્તાન (પ્લેઈંગ ઈલેવન): સાહિબજાદા ફરહાન, સૈમ અયુબ, મોહમ્મદ હરિસ (વિકેટ કીપર), ફખર ઝમાન, સલમાન આગા (કેપ્ટન), હસન નવાઝ, મોહમ્મદ નવાઝ, ફહીમ અશરફ, શાહીન આફ્રિદી, સુફિયાન મુકીમ, અબરાર અહેમદ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button