Cocktail 2 : શાહિદ કપૂરે શરૂ કરી ‘કોકટેલ 2’ની શૂટિંગ, આ 2 એક્ટ્રેસ જોવા મળશે સાથે

વર્ષ 2012માં આવેલી ફિલ્મ ‘કોકટેલ’એ તેની સ્ટોરી, મ્યુજિક અને સ્ટારકાસ્ટથી દર્શકોના દિલ જીતી લીધા હતા. હવે ફિલ્મ નિર્માતાઓ તેની સિક્વલની તૈયારી કરી રહ્યા છે, જેમાં શાહિદ કપૂર, કૃતિ સેનન અને રશ્મિકા મંદાના જોવા મળશે. શાહિદ કપૂરે ફિલ્મ ‘કોકટેલ 2’નું શૂટિંગ શરૂ કરી દીધું છે.
શાહિદનો નવો અંદાજ
શાહિદ કપૂરે ઇન્સ્ટાગ્રામ પર પોતાની એક તસવીર શેર કરી અને લખ્યું, ‘નવી શરૂઆત!! ‘કોકટેલ 2.’ આ એક પોસ્ટે ફિલ્મ વિશે ચાહકોમાં હલચલ મચાવી દીધી છે. શાહિદે જાહેરાત કરી છે કે ફિલ્મનું શૂટિંગ હવે શરૂ થઈ ગયું છે. અને આ સાથે, શાહિદે પોસ્ટમાં પોતાનો લુક પણ બતાવ્યો છે જેમાં તે અટ્રેક્ટિવ લાગી રહ્યો છે.
કૃતિ અને રશ્મિકા શાહિદ સાથે કરશે સ્ક્રીન શેર
આ ફિલ્મમાં કૃતિ સેનન અને રશ્મિકા મંદાના પણ જોવા મળશે. કૃતિ સેનન પહેલા પણ શાહિદ સાથે સ્ક્રીન શેર કરી ચૂકી છે. ફિલ્મ ‘તેરી બાતો મેં ઐસા ઉલઝા જિયા’માં બંનેનું કામ ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતું. તે જ સમયે, રશ્મિકા મંદાનાએ દક્ષિણ ભારતીય તેમજ હિન્દી દર્શકોમાં લોકપ્રિયતા મેળવી છે. ત્રણેય કલાકારોનું એકસાથે આવવું ચાહકો માટે કોઈ ટ્રીટથી ઓછું નથી.
યુરોપ અને ભારતમાં થશે શૂટ
આ ફિલ્મનું શૂટિંગ ભારત અને યુરોપમાં કરવામાં આવશે. એવું માનવામાં આવે છે કે ‘કોકટેલ’ ફક્ત સ્ટોરી અને પાત્રોને કારણે જ નહીં પરંતુ ફિલ્મનું શાનદાર પ્લોટ અને વીઝયુલ ટ્રીટમેન્ટથી પણ બધાને આશ્ચર્યચકિત કરી શકે છે. ફિલ્મનું શેડ્યૂલ જાન્યુઆરી 2026 સુધીમાં પૂર્ણ થશે.