મારું ગુજરાત

Ahmedabad News : બાપુનગરમાં નમોત્સવ કાર્યક્રમને લઈ પોલીસનું જાહેરનામું, આ રસ્તા બંધ રહેશે

બાપુનગર વિસ્તારમાં આવેલા સોનરીયા બ્લોક ગ્રાઉન્ડ ખાતે 17 સપ્ટેમ્બરના રોજ ‘નમોત્સવ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળના સભ્યો સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહે તેવી શક્યતા છે.

આ કાર્યક્રમની પૂર્વ તૈયારીઓ અને ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે અમદાવાદ ટ્રાફિક પોલીસે કેટલાક રસ્તાઓ પર વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મૂક્યો છે અને વૈકલ્પિક રૂટ જાહેર કર્યા છે.

પ્રતિબંધિત માર્ગ અને સમય

‘નમોત્સવ’ કાર્યક્રમ માટે ગ્રાઉન્ડ પર મોટી સંખ્યામાં વાહનો અને હેવી મશીનરીનો ઉપયોગ થવાનો હોવાથી, ટ્રાફિકનું સંચાલન સરળ બને તે હેતુથી બાપુનગર જનરલ હોસ્પિટલથી સોનરીયા બ્લોક (શેઠ સી.એલ.સ્કૂલ ત્રણ રસ્તા) સુધીનો માર્ગ વાહનોની અવર-જવર માટે સંપૂર્ણપણે પ્રતિબંધિત રહેશે. આ પ્રતિબંધ 17 સપ્ટેમ્બર, 2025 ના રોજ કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે.

વૈકલ્પિક માર્ગની વિગતો

વાહનચાલકોને અસુવિધા ન થાય તે માટે ટ્રાફિક પોલીસે અન્ય વૈકલ્પિક માર્ગો સૂચવ્યા છે. વાહનચાલકો સોનરીયા બ્લોક ત્રણ રસ્તાથી રામીની ચાલી સર્કલ થઈને રખિયાલ ચાર રસ્તા તરફ જઈ શકાશે. પ્રકાશ પેટ્રોલ પંપથી લક્ષ્મી નારાયણ સોસાયટી થઈને એસ.બી.આઈ. બેંક ત્રણ રસ્તા તરફ જઈ શકાશે, તેમજ લા.બ.શા. સ્ટેડિયમથી હરદાસનગર ચાર રસ્તા (લીમડા ચોક) થઈને ડાબી બાજુ રખિયાલ મચ્છી માર્કેટ તરફ જઈ શકાશે.

આ લોકોને જાહેરનામું લાગુ પડશે નહીં

તમને જણાવી દઈએ કે કાર્યક્રમ સાથે સંકળાયેલા વાહનો, ફરજ પર રોકાયેલા સરકારી વાહનો, ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સના વાહનો તેમજ આકસ્મિક સંજોગોમાં પસાર થતા વાહનોને આ જાહેરનામું લાગુ પડશે નહીં.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button