‘દબંગ’ ડાયરેક્ટર અભિનવ કશ્યપે સલમાનના પરિવાર પર કર્યા આકરા પ્રહારો

દબંગના દિગ્દર્શક અભિનવ કશ્યપ આ દિવસોમાં પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં છે. તાજેતરમાં અભિનવ કશ્યપે સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાનને નકામા ગણાવ્યા હતા અને તેના કામ પર સવાલ ઉઠાવ્યા હતા.
તેણે સલમાન ખાનની બીઇંગ હ્યુમન પર પણ કટાક્ષ કર્યો હતો. કશ્યપે સલમાન ખાન, અરબાઝ ખાન, સોહેલ ખાન અને સલીમ ખાન પર પણ નવા આરોપો લગાવ્યા છે. વાયરલ ક્લિપમાં તેણે અરબાઝ ખાનની આકરી ટીકા કરી હતી. વધુમાં, અભિનવે સલમાનના પિતા સલીમ ખાન વિશે પણ કહ્યું છે.
શું કહ્યું અભિનવ કશ્યપે?
અભિનવ કશ્યપે સલમાન ખાન અને તેના પરિવાર પર નિશાન સાધ્યું છે. એક ઇન્ટરવ્યુની ક્લિપમાં અભિનવે કહ્યું, “અરબાઝ નકામો છે, તે ગંદો છે, ચોર છે. તેને કંઈ ખબર નથી. તમે મારો શ્રેય પણ લેશો, લોકો મારા અધિકારો છીનવી રહ્યા છે. આ હડપ છે.
તેથી જ હું કહું છું કે આ જેહાદી માનસિકતા ધરાવતા લોકો છે.” સલમાનના પરિવાર પર પોતાનો ગુસ્સો ઠાલવતા, તેણે આગળ કહ્યું કે તેણે શરૂઆતમાં અરબાઝ ખાનનો સંપર્ક કર્યો હતો, જે મુખ્ય ભૂમિકા ભજવવામાં રસ ધરાવતો હતો, પરંતુ બાદમાં ફિલ્મનું નિર્માણ કરવાની ઓફર કરી.
સલમાનના પરિવાર પર સાધ્યું નિશાન
અભિનવ કશ્યપને જ્યારે કહેવામાં આવ્યું કે સલમાન ખાન ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવશે ત્યારે તેની પ્રતિક્રિયા યાદ કરતાં અભિનવે કહ્યું, “તે સમયે, સલમાનની ઈમેજ વુમનલાઈઝરની હતી.
આ 2008ની આસપાસની વાત છે, જ્યારે મેં આ ફિલ્મ સાઈન કરી હતી. તેણે તે સમયે તેરે નામ જ કર્યું હતું. તેની ઈમેજ ખૂબ જ ખરાબ હતી, એક પાગલ પ્રેમી કે રોડસાઇડ રોમિયોની. તેણે ટુવાલ ડાન્સ પણ કર્યો હતો.”