AsiaCup 2025 : અર્શદીપે T20Iમાં 100 વિકેટો ઝડપી, આ સિદ્ધિ હાંસલ કરનાર ભારતનો પ્રથમ ખેલાડી

એશિયાકપમાં શુક્રવારે ભારત અને ઓમાન વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાના યુવા ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ તેણે તેની 100મી T20I વિકેટ પૂરી કરી હતી. આ સિદ્ધિ હાંસલ કરનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો છે. જોકે, તેને આ સિદ્ધિ માટે આઠ મહિના સુધી રાહ જોવી પડી હતી.
એક વિકેટ માટે 8 મહિનાની રાહ
જાન્યુઆરી 2025માં ઈંગ્લેન્ડ સામેની મેચમાંથી બહાર રહ્યા બાદ અર્શદીપ 99 વિકેટ પર અટકી ગયો હતો. એશિયા કપ પહેલાં કોઈ T20I મેચ ન હોવાને કારણે તેને આ રેકોર્ડ સુધી પહોંચવા માટે લાંબો સમય રાહ જોવી પડી. ઓમાન સામેની મેચમાં તેણે ચાર ઓવરમાં 37 રન આપીને એક વિકેટ લીધી અને આ રેકોર્ડ બનાવ્યો.
ઝડપી બોલર આ રેકોર્ડ બનાવ્યો
અર્શદીપ માત્ર 100 T20I વિકેટ લેનાર પ્રથમ ભારતીય જ નથી પરંતુ આ ફોર્મેટમાં 100 વિકેટ ઝડપનાર સૌથી ઝડપી ફાસ્ટ બોલરની યાદીમાં પણ પહોંચી ગયો છે. તેણે માત્ર 64 મેચમાં આ સિદ્ધિ મેળવી છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં લાંબા સમય બાદ વાપસી કરનાર અર્શદીપ ફોર્મમાં નહોતો, છતાં તેણે ઓમાન સામેની મેચની અંતિમ ઓવરના પહેલા બોલ પર તેની 100મી વિકેટ ઝડપી હતી.
T20Iમા સૌથી ઝડપી 100 વિકેટ
રાશિદ ખાન – 53
સંદીપ લામિછાને – 54
વાનિન્દુ હસરંગા – 63
અર્શદીપ સિંહ – 64
રિઝવાન બટ્ટ – 66
હરિસ રઉફ – 71
T20I ક્રિકેટમાં ટોચના 5 ભારતીય વિકેટ લેનાર બોલર
100 – અર્શદીપ સિંહ
96 – યુઝવેન્દ્ર ચહલ
96 – હાર્દિક પંડ્યા
92 – જસપ્રીત બુમરાહ
90 – ભુવનેશ્વર કુમાર