India beats Pakistan : પાકિસ્તાની ખેલાડીનો ‘ચા’ જેસ્ચર વાયરલ, ભારતે 3-2થી મેચ જીતી જવાબ આપ્યો

ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ ફક્ત ક્રિકેટના મેદાન પર જ નહીં, પરંતુ ફૂટબોલમાં પણ જોવા મળ્યો. સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન (SAFF) અંડર-17 ચેમ્પિયનશિપમાં ભારત અને પાકિસ્તાનની ટીમ વચ્ચે ગઝમાઝ મેચ રમાઈ હતી.
મેચ દરમિયાન પાકિસ્તાની ખેલાડીએ અણછાજતું વર્તન કર્યું, જે સોશિયલ મીડિયા પર વાઈરલ થયું. જોકે ભારતે મેચ જીતીને પોતાનો જવાબ આપ્યો.
પાકિસ્તાનના ખેલાડીએ કર્યો અણછાજતું વર્તન
મેચ કોલંબોમાં યોજાઇ હતી. ભારતીય ટીમે 21મી મિનિટમાં દાલ્લુમુઆન ગાન્ટે ગોલ કરીને લીડ મેળવી. 12 મિનિટ પછી પાકિસ્તાનના મોહમ્મદ અબ્દુલ્લાએ બરાબરી માટે ગોલ કર્યો. આ ગોલ કર્યા પછી તેણે ચા પીવાની નકલ કરી, જે બાદ તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો.
લોકોએ આને 2019માં પાકિસ્તાનમાં ફસાયેલા ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન સાથે જોડ્યું, જ્યારે તપાસ દરમ્યાન અભિનંદનની ચા પીતી સ્થિતિનો વીડિયો વાયરલ થયો હતો.