વિક્કી-કેટરિના ઘરે પારણું બંધાશે, પોસ્ટ શેર કરીને જાણકારી આપી

બોલિવૂડના સૌથી લોકપ્રિય કપલમાંથી એક કેટરિના કૈફ અને વિકી કૌશલ ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે. અભિનેત્રીએ આજે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી છે.
દિવાળીની આસપાસ ઘરમાં કિલકારી ગુંજશે
અભિનેત્રી કેટરિના કૈફ અને અભિનેતા વિકી કૌશલ દિવાળીની આસપાસ એટલે કે ઓક્ટોબર મહિનામાં તેમના પ્રથમ બાળકને વેલકમ કરશે. બાળકના જન્મ બાદ માતૃત્વનો આનંદ માણવા કેટરિના લાંબી રજા પર જવાની હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
અમારા જીવનનું સૌથી શ્રેષ્ઠ પ્રકરણ શરૂ કરવા જઈ રહ્યા છીએ
કેટરિના અને વિકીએ તેમના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક સુંદર ફોટો શેર કર્યો છે. આ ફોટામાં કેટરિના સફેદ વી-નેકલાઇન બોડીકોન ડ્રેસમાં બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળે છે જ્યારે વિકી પ્રેમથી તેના બેબી બમ્પને પકડીને પોઝ આપી રહ્યો છે.
બંને ખૂબ ખુશ દેખાય છે અને કેટરિનાના ચહેરા પર પ્રેગ્નન્સીની ચમક સ્પષ્ટપણે દેખાય છે. આ કપલે પોસ્ટ સાથે કેપ્શન પણ લખ્યું કે “ખુશી અને આભાર સાથે અમે અમારા જીવનનું સૌથી શ્રેષ્ઠ પ્રકરણ શરૂ કરવા જઈ રહ્યા છીએ.”
કેટરિના અને વિક્કી પર શુભકામાનાઓનો વરસાદ
કેટરિનાની માતા બનવાની આ જાહેરાત સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. ચાહકો અને સેલિબ્રિટીઓ ખૂબ જ ખુશ છે અને આ કપલ પર શુભેચ્છાઓનો વરસાદ કરી રહ્યા છે. અભિનેત્રી જાહ્નવી કપૂરે પણ કેટરિનાની પોસ્ટ પર ખાસ શુભેચ્છા આપી છે. ફેન્સ પણ શુભકામનાઓ પાઠવી રહ્યા છે.