મારું ગુજરાત

TET-1 અને TET-2 પાસ ઉમેદવારો માટે મહત્ત્વનો નિર્ણય, સરકારે સર્ટિફિકેટની સમય મર્યાદા વધારી

ગુજરાતના શિક્ષણ વિભાગે ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ (TET-1 અને TET-2)ના પ્રમાણપત્રોની માન્યતા અવધિ લંબાવવાનો એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. અત્યાર સુધી આ પ્રમાણપત્રો માત્ર ત્રણ વર્ષ માટે જ માન્ય ગણાતા હતા

પરંતુ હવે તેની સમય મર્યાદા વધારીને પાંચ વર્ષ અથવા નવી શિક્ષણ નીતિ લાગુ ન થાય ત્યાં સુધી જે વહેલું હોય તે કરી દેવામાં આવી છે. આ નિર્ણયથી મોટી સંખ્યામાં ઉમેદવારોને મોટી રાહત મળી છે અને તેમને શિક્ષક બનવા માટેની તકો માટે પૂરતો સમય મળી રહેશે.

પરીક્ષાની તારીખ પણ જાહેર કરવામાં આવી

આ જાહેરાત ઉપરાંત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સ્પેશિયલ ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ (TET-1 અને TET-2)ની પરીક્ષાની તારીખો પણ જાહેર કરવામાં આવી છે. આ પરીક્ષા 12 ઓક્ટોબર, 2025 ના રોજ યોજાશે. TET-1 ની પરીક્ષા સવારે 11 થી 1 વાગ્યા દરમિયાન લેવામાં આવશે, જ્યારે TET-2 ની પરીક્ષા બપોરે 3 થી 5 વાગ્યા દરમિયાન યોજાશે.

આ શહેરમાં પરીક્ષા યોજાશે

આ પરીક્ષાઓ રાજ્યના ચાર મુખ્ય શહેરો અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં યોજાશે. પરીક્ષાની તારીખ જાહેર થતાં જ ઉમેદવારોએ તેમની તૈયારીઓને વધુ વેગ આપ્યો છે. ઉમેદવારોને પરીક્ષા સંબંધિત વધુ માહિતી અને પ્રવેશપત્ર માટે નિયમિતપણે વેબસાઇટની મુલાકાત લેવાની સૂચના આપવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button