Pakistani Captain : ICCએ હરિસ રૌફને કડક સજા ફટકારી, એશિયા કપ ફાઇનલમાં રમી શકશે? આવી ગયો નિર્ણય

એશિયા કપના સુપર-4 રાઉન્ડમાં પાકિસ્તાને બાંગ્લાદેશને 11 રનથી હરાવી ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે. આ રોમાંચક જીત બાદ ટીમ કેપ્ટન સલમાન અલી આગાએ જણાવ્યું કે, ‘અમે કોઈપણ હરીફને હરાવવાની ક્ષમતા ધરાવીએ છીએ, જેમાં ભારત પણ સામેલ છે.’
ફાઈનલ ક્યારે છે?
એશિયા કપની ફાઈનલ મૅચ 28 સપ્ટેમ્બરે રમાશે અને તે મેચ ભારતમાં અને પાકિસ્તાનમાં પહેલા ત્રીજીવાર ટક્કર હશે. ખાસ વાત એ છે કે, આ એશિયા કપમાં પ્રથમવાર ભારત-પાકિસ્તાન સીધા ફાઈનલમાં સામે આવી રહ્યા છે.
સલમાન અલી આગાએ શું કહ્યું?
બાંગ્લાદેશને હરાવ્યા બાદ સલમાન અલી આગાએ જણાવ્યું કે, ‘જ્યારે તમે આવી મેચ જીતી શકો છો તો તેનો અર્થ છે કે અમે એક સ્પેશિયલ ટીમ છીએ. તમામે ઉત્તમ પ્રદર્શન કર્યું. અમારે બેટિંગમાં થોડાક સુધારા કરવાની જરૂર છે, પરંતુ અમે તેના પર કામ કરી રહ્યા છીએ.
રવિવારે મેદાનમાં ઉતરીશું અને ભારતને હરાવવા પ્રયાસ કરીશું.’ ઉલ્લેખનીય છે કે સેમિફાઈનલમાં પાકિસ્તાને બાંગ્લાદેશને 135 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે બાંગ્લાદેશની ટીમ માત્ર 124 રનમાં પૂરું કરી શકી.