મારું ગુજરાત

ખેલૈયાઓ માટે માઠા સમાચાર: આજથી 2 ઓક્ટોબર સુધી રાજ્યમાં વરસાદની આગાહી

રાજ્યમાં હાલ ખેલૈયાઓ મન મૂકીને નવરાત્રિની મોજ માણી રહ્યા છે, ત્યારે હવામાન વિભાગ તરફથી ખૈલેયાઓ માટે માઠા સમાચાર આવ્યા છે. આજ(27 સપ્ટેમ્બર)થી રાજ્યમાં ઉત્તર ગુજરાતના જિલ્લાઓ સિવાય છૂટાછવાયાં સ્થળે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ અનુસાર દક્ષિણ ગુજરાતના 5 જિલ્લામાં યલો એલર્ટ છે અને 2 ઓક્ટોબર સુધી રાજ્યમાં છૂટાછવાયાં સ્થળે વરસાદની શક્યતા છે. આવતીકાલે 28 સપ્ટેમ્બરના રવિવારે અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

છૂટાછવાયાં સ્થળે ભારે વરસાદની શક્યતા

હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસે જણાવ્યું હતું કે, રાજ્યમાં 30 સપ્ટેમ્બર સુધી છૂટાછવાયાં સ્થળે ભારે વરસાદની શક્યતા છે. હાલ ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાઈ છે, જે ડિપ્રેશનમાં ફેરવાશે, જેના પગલે રાજ્યમાં આજ(27 સપ્ટેમ્બર)થી છૂટાછવાયાં સ્થળે ભારે વરસાદની શક્યતા છે.

રાજ્યમાંથી હાલ ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ચૂકી છે. સિઝનમાં સરેરાશ 111 ટકા વરસાદ વરસી ચૂક્યો છે, જેમાં કચ્છ ઝોનમાં સરેરાશ 136 ટકા, ઉત્તર ગુજરાતમાં 119 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 113 ટકા, સૌરાષ્ટ્રમાં 96 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 117 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button