Gujarat : આજે આ જિલ્લામાં વરસાદ ખેલૈયાઓની નવરાત્રી બગાડશે

ગુજરાતમાં મેઘરાજાએ પધરામણી કરતા દક્ષિણ ગુજરાત સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો હતો. જેને પગેલ ખાનગી પાર્ટી પ્લોટમાં ગરબાનું આયોજન કરેલ પાર્ટી પ્લોટના સંચાલકો દ્વારા પાર્ટી પ્લાટમાં પાણી ભરાઈ જતા ગરબા બંધ રાખવા પડ્યા હતા. જેથી ખેલૈયાઓમાં ઉદાસીનતા વ્યાપી જવા પામી હતી. હવામાન વિભાગ દ્વારા હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
કચ્છમાં વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર
આજે આઠમા નોરતું છે હવામાન વિભાગે આજે વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં ચાર જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ, દીવ અને કચ્છમાં વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું છે.
આજે અમદાવાદમાં કેવો રહેશે વરસાદ
હવામાન વિભાગે 29 સપ્ટેમ્બર 2025ના રોજ અમદાવાદમાં વરસાદની આગાહી કરી છે. આજે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. અમદાવાદમાં છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતાઓ છે.