Police Constable : શાહીબાગમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા

ગાંધીનગરના સેક્ટર-24માં આવેલ મંડળ સ્ટાફ ક્વાર્ટરમાંથી શાહીબાગ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર મૃતદેહ મળી આવ્યો છે. પ્રાથમિક તપાસમાં અંદાજ લગાવવામાં આવી રહ્યું છે કે મહિલા કોન્સ્ટેબલની હત્યા મોઢું દબાવીને કરવામાં આવી હતી.
પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને CDR ડેટા આધારિત અમરેલીના એક શંકાસ્પદ શખસને રાઉન્ડઅપ કરીને પૂછપરછ શરૂ કરી છે. હાલમાં પ્રેમ પ્રકરણની સંભાવના ઉપર પણ તપાસ ચાલી રહી છે.
ઘટનાની વિગતો
આ ઘટનાનું પર્દાફાશ પડોશીઓ દ્વારા થયો હતો. 29 સપ્ટેમ્બર, 2025ની રાતના 9:30 વાગ્યાની આસપાસ મહિલા કોન્સ્ટેબલ એક્ટિવા લઈને ઘરે આવી હતી.બીજા દિવસે સવારે, તેમના ભાઈ-ભાભી જે ભાવનગરના ગારિયાધાર ખાતે માતાજીનું નેવૈદ્ય આપવા ગયા હતા,
ત્યારે બહેન ફોન ન ઉઠાવતાં ભાઈએ પડોશીને તપાસ કરવા કહ્યુ. પડોશીએ ઘરની દરવાજો ખોલતા અંદર, બેડ પર નિર્વસ્ત્ર અને બેભાન હાલતમાં મહિલા કોન્સ્ટેબલ જોઈ હતી. આ અંગે 112 ઇમર્જન્સી સેવાને જાણ કરવામાં આવી અને તાત્કાલિક એમ્બ્યુલન્સ મોકલવામાં આવી.
પોલીસ તપાસ
ગાંધીનગર SP રવિ તેજા વાસમ શેટ્ટી, LCB અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. પરિસ્થિતિના વિશ્લેષણ માટે અલગ-અલગ ટીમો એક્ટિવ કરવામાં આવી છે.
પોલીસ કોન્સ્ટેબલના મોબાઈલમાંથી એક નંબર પ્રાપ્ત કર્યો છે, જે હાલમાં બંધ થઈ રહ્યો છે. ટેકનિકલ સર્વેલન્સના આધારે એક શંકાસ્પદ વ્યક્તિના ઘરે હાજરી પુરાવા મળી આવ્યા છે, જેને પોલીસ ઈન્ટ્રોગેશન માટે લાવવામાં આવી છે.