ટેકનોલોજી

WhatsAppએ ઉમેર્યા અદ્ભુત ફીચર્સ, લાઈવ ફોટોઝથી લઈને મેટા AI ચેટ થીમ્સ સુધી

WhatsAppએ તેના યુજર્સ માટે ઘણી નવી સુવિધાઓ જાહેર કરી છે. આ સુવિધાઓમાં iOS પર live photos શેર કરવા અને Android પર Motion Photos શેર કરવાનો સમાવેશ થાય છે. Meta AI ચેટ થીમ્સ અને કોલ બેકગ્રાઉન્ડને કસ્ટમાઇઝ કરવાની પણ મંજૂરી આપશે. નવા અપડેટમાં સ્ટીકર પેક, સરળ ગ્રુપ સર્ચ અને Android પર ડોક્યુમેન્ટ સ્કેનિંગ જેવી સુવિધાઓ પણ શામેલ છે.

live photos અને Motion Photosનું સપોર્ટ

WhatsApp હવે iOS પર લાઇવ ફોટા અને Android પર Motion Photos શેર કરવાનું સપોર્ટ કરે છે. લાઇવ ફોટોઝ એ શોર્ટ વીડિયો ક્લિપ્સ છે જેમાં ફોટોઝ ક્લિક કર્યા પહેલા અને પછી થોડી સેકંડની ઝલક અને અવાજ શામેલ છે. આ સુવિધા હવે Android અને iOS બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે.

Meta AI સાથે ચેટ થીમ્સ અને કોલ બેકગ્રાઉન્ડ્સ

WhatsAppએ Meta AIની મદદથી ચેટિંગને વધુ મનોરંજક બનાવ્યું છે. યુજર્સ હવે પ્રોમ્પ્ટ નાખીને પોતાની કસ્ટમ ચેટ થીમ્સ જનરેટ કરી શકે છે. વધુમાં, Meta AI વીડિયો કોલ અને ચેટ બેકગ્રાઉન્ડ પણ બનાવી શકે છે. જો કે, આ સુવિધા હાલમાં પસંદગીના દેશોમાં ઉપલબ્ધ છે અને અંગ્રેજી, ફ્રેન્ચ અને જર્મન સહિત 10 થી વધુ ભાષાઓને સપોર્ટ કરે છે.

નવા સ્ટીકરો, ગ્રુપ સર્ચ અને ડોક્યુમેન્ટ સ્કેનિંગ

નવા અપડેટમાં ફિયરલેસ બર્ડ, સ્કૂલ ડેઝ અને વેકેશન જેવા સ્ટીકર પેક એડ કરવામાં આવ્યા છે. ગ્રુપ સર્ચ પણ હવે સરળ છે. જો તમને ગ્રુપનું નામ યાદ ન હોય, તો ફક્ત વ્યક્તિનું નામ શોધવાથી સામાન્ય ગ્રુપ્સ દેખાશે. એન્ડ્રોઇડ યુઝર્સ માટે ડોક્યુમેન્ટ સ્કેનિંગ ફીચર પણ બહાર પાડવામાં આવ્યું છે, જે સ્કેનિંગ, ક્રોપિંગ અને સીધા વોટ્સએપથી મોકલવાની મંજૂરી આપે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button