પત્નીની મશ્કરી ભારે પડી! સુરેન્દ્રનગરમાં ઠપકો આપનાર યુવકને કુહાડીના ઘા ઝીંકી પતાવી દીધો, આરોપી ફરાર!

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ ઘટના એક અઠવાડિયા પહેલા બની હતી. હુમલાનો ભોગ બનેલો યુવક ખેતરમાં સૂતો હતો ત્યારે અન્ય યુવકે તેના પર કુહાડી વડે હુમલો કર્યો હતો.
તપાસમાં સામે આવ્યું કે હુમલા પાછળનું કારણ અંગત અદાવત હતી. મૃતક યુવકે હુમલાખોર યુવકની પત્નીની મશ્કરી કરવા બદલ તેને ઠપકો આપ્યો હતો. મશ્કરી ન કરવાના ઠપકાથી ઉશ્કેરાયેલા હુમલાખોર યુવકે આવેશમાં આવીને કુહાડીથી જીવલેણ હુમલો કર્યો હતો.
એક સપ્તાહની સારવાર બાદ મોત
હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં એક અઠવાડિયા સુધી સારવાર હેઠળ રહ્યા બાદ યુવકનું મોત નીપજ્યું હતું. યુવકનું મોત થતાં, પોલીસે અગાઉ નોંધાયેલા કેસમાં હત્યા (મર્ડર) ની કલમ ઉમેરીને તપાસની દિશા બદલી છે.
આરોપી ઝડપાયો
હુમલો કર્યા બાદ આરોપી યુવક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. જોકે, પોલીસે બાતમીના આધારે ત્વરિત કાર્યવાહી કરીને હુમલાખોર યુવકને ઝડપી પાડ્યો છે. હાલ પોલીસ દ્વારા આરોપીની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે જેથી હત્યા પાછળના અન્ય કોઈ ઇરાદાઓ હોય તો તે જાણી શકાય.