લાઇફ સ્ટાઇલ

Harm Caused By Turmeric : જો તમે પણ હળદરનો વધારે પડતો ઉપયોગ કરો છો તો થઈ જજો સાવચેત! લિવરને થઈ શકે છે જોખમ!

આપણે દરરોજ આહારમાં હળદરનો ઉપયોગ કરીએ છીએ. હળદર એ આપણાં રસોડામાં વપરાતો સામાન્ય મસાલો છે. હળદર એટલી શક્તિશાળી છે કે તેમાં ખોરાકનો રંગ, સ્વાદ, સુગંધ અને પોષણ બદલવાની શક્તિ છે. પરંતુ શું તમને ખબર છે કે વધારે પડતી હળદર સ્વાસ્થ્યને, ખાસ કરીને લિવરને નુકસાન પહોંચાડે છે? એઈમ્સ અને હાર્વર્ડથી તાલીમ પામેલા એક નિષ્ણાતે આ અંગે કેટલાક તથ્યો જણાવ્યા છે.

હળદરમાં હોય છે ચમત્કારિક ગુણધર્મો

ભોજનમાં હળદર એક એવો મસાલો છે, જેનો ઉપયોગ મીઠાની જેમ વાનગીઓમાં થાય છે. આયુર્વેદ અને તબીબી વિજ્ઞાન પણ તેને એક શક્તિશાળી સુપરફૂડ માને છે. તેમાં હાજર કર્ક્યુમિનમાં ચમત્કારિક ગુણધર્મો હોવાનું માનવામાં આવે છે. હાર્વર્ડ યુનિવર્સિટી અને યુએસમાં સ્ટેનફોર્ડ યુનિવર્સિટી અને ભારતના એઈમ્સના પ્રશિક્ષિત ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટે સ્વાસ્થ્ય સંબંધિત સલાહ આપતા જણાવ્યું છે કે, સદીઓથી હળદર તેના ગુણધર્મો માટે જાણીતી છે. તેણા ઘણા કારણો છે. શાકભાજી, ચા અથવા દૂધમાં દરરોજ અડધીથી એક ચમચી હળદર ઉમેરવી એ સામાન્ય રીતે સલામત અને લિવરના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

હળદરથી શું નુકશાન થઈ શકે?

હળદર ફાયદાકારક છે, પરંતુ સાવચેત રહેવું જરૂરી છે. સમસ્યા ત્યારે ઊભી થાય છે જ્યારે હાઇ ડોઝ સપ્લિમેન્ટ્સની વાત આવે છે. કેટલાક અભ્યાસો દર્શાવે છે કે કર્ક્યુમિન ફેટી લિવરને લગતા રોગમાં બળતરા ઘટાડી શકે છે. જો કે, કેટલાક કિસ્સાઓમાં વધુ પડતી માત્રામાં સેવન અથવા ચોક્કસ પ્રકારના સપ્લિમેન્ટ્સ લિવરને નુકસાન પહોંચાડે છે.

હળદર કેટલી સલામત છે?

ખોરાકમાં હળદર સલામત છે અને સામાન્ય રીતે ફાયદાકારક છે. હાઇ ડોઝ સપ્લિમેન્ટ્સમાં હળદર હંમેશા સલામત નથી. વૈજ્ઞાનિક રીતે તમારા આહારમાં તેનો સમાવેશ ફાયદાકારક છે, પરંતુ જો તમે કોઈ દવાઓ લો છો અથવા કોઈ એલર્જી છે તો સાવચેત રહો. ખાસ કરીને જો તમને પહેલાથી જ યકૃત રોગ હોય, તો તમારે વધુ સાવધાન રહેવાની જરૂર છે.

હળદર કેટલી અસરકારક છે?

હળદરમાં મુખ્ય સક્રિય ઘટક કર્ક્યુમિન છે. આ એક પોલિફેનોલિક સંયોજન છે જે હળદરને તેજસ્વી પીળો રંગ આપે છે. યુએસની એક હેલ્થ વેબસાઇટ અનુસાર, ઘણા અભ્યાસો દર્શાવે છે કે કર્ક્યુમિન અમુક પ્રકારના કોલાઇટિસ, પેટના અલ્સર અને હાય કોલેસ્ટ્રોલને રોકવામાં મદદ કરી શકે છે. તે પેટની સમસ્યાઓ, ડાયાબિટીસ, ડિપ્રેશન અને વાયરલ ચેપની સારવારમાં પણ મદદ કરી શકે છે.

હૃદયના સ્વાસ્થ્ય માટે ઉત્તમ

કર્ક્યુમિન હૃદય માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. તે ધમનીના કાર્યમાં સુધારો કરીને હૃદયરોગના હુમલાનું જોખમ ઘટાડવામાં મદદ કરી શકે છે. તે કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે, જેનાથી હૃદય રોગનું જોખમ ઓછું થાય છે. એ ધ્યાન રાખવું જરૂરી છે કે કોઈ પણ વસ્તુનો અતિરેક હંમેશા સ્વાસ્થ્ય માટે નુકશાનકારક સાબિત થાય છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button