મારું ગુજરાત

Shakti active :ગુજરાતના દરિયાકાંઠે ‘શક્તિ’ વાવાઝોડાનો ખતરો, IMD એ ચેતવણી આપી

અરબ સાગરના ઉત્તર-પૂર્વ ભાગમાં ડીપ ડિપ્રેશન સર્જાતા તે ચક્રવાતમાં ફેરવાઈ રહ્યું છે. ભારતીય મૌસમ વિભાગ (IMD)એ માહિતી આપી છે કે વર્ષ 2025નું પહેલું વાવાઝોડું ‘સાયક્લોનિક શક્તિ’ તરીકે ઓળખાશે, જેની અસર ગુજરાત સહિત પશ્ચિમ કિનારાના વિસ્તારોમાં જોવા મળી શકે છે.

પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ દિશામાં આગળ વધશે

IMD મુજબ, શુક્રવારે (3 ઑક્ટોબર) સવારે 8:30 કલાકે આ સિસ્ટમ દ્વારકાથી આશરે 240 કિમી અને પોરબંદરથી 270 કિમી દૂર હતી. આગામી 24 કલાકમાં તેનું જોર વધીને ભયંકર પવન ફૂંકાવવાની શક્યતા છે.

શરૂઆતમાં તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ અને બાદમાં પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ દિશામાં આગળ વધશે. ‘શક્તિ’ નામ શ્રીલંકા દ્વારા આપવામાં આવ્યું છે. આ તમિલ શબ્દનો અર્થ ‘તાકાત’ અથવા ‘Power’ થાય છે.

ચક્રવાતોના નામકરણ માટે ભારત, બાંગ્લાદેશ, માલદીવ, મ્યાનમાર, ઓમાન, પાકિસ્તાન, શ્રીલંકા અને થાઈલેન્ડ જેવા દેશોની સહભાગી પ્રણાલી છે. નિયમ અનુસાર નામ ટૂંકું, સરળ અને અપમાનજનક ન હોવું જોઈએ, તથા એક વાર ઉપયોગ બાદ ફરીથી તેનો ઉપયોગ ન થાય.

સવાર સુધી ગંભીર બની શકે છે

IMDએ ચેતવણી આપી છે કે અરબ સાગરમાં 55-65 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતી હવા ઝડપથી વધીને 100-110 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે, જ્યારે મહત્તમ ઝડપ 125 કિમી પ્રતિ કલાક સુધી જઈ શકે છે.

આ પરિસ્થિતિ 3 ઑક્ટોબરની સાંજથી 6 ઑક્ટોબરની સવાર સુધી ગંભીર બની શકે છે. માછીમારોને ખાસ ચેતવણી આપવામાં આવી છે કે 3થી 6 ઑક્ટોબર સુધી દરિયો ન ખેડે અને સલામતીના પગલાં કડક રીતે અનુસરે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button