એલોન મસ્કનું Grokipedia 1.0 બનશે દુનિયાનું સૌથી મોટું AI નોલૉજ પ્લેટફોર્મ

એલોન મસ્ક ટૂંક સમયમાં Grokipedia 1.0 લોન્ચ કરી રહ્યા છે, જે વિકિપીડિયા જેવા માહિતી પ્લેટફોર્મને પડકારશે. આ પ્લેટફોર્મ xAI ની મદદથી વિકસાવવામાં આવી રહ્યું છે અને તેને Grok AI ચેટબોટ અને અન્ય AI ઉત્પાદનો સાથે ઇન્ટીગ્રેટ કરવામાં આવશે. મસ્કે જણાવ્યું છે કે, Grokipedia ઇન્ટરનેટ અને અન્ય સ્ત્રોતોમાંથી માહિતી એકત્રિત કરશે અને તેને યુઝર્સ અને AI બંને માટે ઉપલબ્ધ કરાવશે.
મસ્કે X પર કર્યો ખુલાસો
મસ્કે X પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં ખુલાસો કર્યો હતો કે Grokipedia 1.0નું પ્રારંભિક બીટા બે અઠવાડિયામાં લાઇવ થશે. તેમનો દાવો છે કે આ પ્લેટફોર્મ માહિતીના ઉપયોગ પર કોઈ મર્યાદા વિના, વિશ્વનું સૌથી મોટું અને સૌથી સચોટ નોલૉજ પ્લેટફોર્મ બનવાનો પ્રયાસ કરશે. આ પગલું વિકિપીડિયાને પડકારવા માટે છે, ખાસ કરીને મસ્કે વિકિપીડિયાના કથિત રાજકીય ઝુકાવ પર પ્રશ્ન ઉઠાવ્યા હતા.
મસ્કનો મુખ્ય હેતુ
Grokipedia વિકિપીડિયા કરતાં વધુ સારા બનવાનું વચન આપે છે. શરૂઆતમાં, તે ગ્રોક પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન હેઠળ ઉપલબ્ધ થશે. ધીમે ધીમે તેને બધા યુઝર્સ માટે ખુલ્લુ મૂકવાની યોજના છે. હાલ Community Notesજેવી સુવિધાઓ X અને Facebook જેવા પ્લેટફોર્મ પર સામાન્ય છે, પરંતુ મસ્કનો હેતુ એક ઇકોસિસ્ટમ બનાવવાનો છે જે માહિતી અને અન્ય સ્ત્રોતો માટે હબ તરીકે સેવા આપે.
OpenAI સાથે સ્પર્ધા
આ ઉપરાંત, મસ્ક OpenAI સાથે AI ચેટબોટ રેસ અને કાનૂની મોરચે પણ સ્પર્ધા કરી રહ્યા છે. ગ્રોક AI હવે માહિતી, ઇમેજ જનરેશન અને અન્ય સર્જનાત્મક જરૂરિયાતો માટે એક શક્તિશાળી સાધન બની ગયું છે. પ્લેટફોર્મનો ઉપયોગ ઊંડા સંશોધન અને ડેટા સર્ચ માટે પણ થઈ શકે છે, જે તેને AI અને માનવો બંને માટે અત્યંત ઉપયોગી બનાવે છે.
Grokipedia 1.0 આગામી અઠવાડિયામાં ઇન્ટરનેટ પર માહિતીના નવા યુગની શરૂઆત કરી શકે છે, અને મસ્કનું આ પગલું ડિજિટલ માહિતીની દુનિયામાં મોટો ફેરફાર લાવી શકે છે.