Railway new rule : ટ્રેનમાં મુસાફરી કરતાં લોકો માટે સારાં સમાચાર, હવે ઘરે બેઠા ફ્રીમાં કન્ફર્મ ટિકિટની તારીખ બદલી શકાશે

ભારતીય રેલવેએ મુસાફરો માટે એક મોટી રાહત શરૂ કરી રહી છે. હવે, કન્ફર્મ ટ્રેન ટિકિટની મુસાફરીની તારીખ બદલવા માટે, મુસાફરોને તેમની ટિકિટ રદ કરવાની જરૂર રહેશે નહીં. મળતી માહિતી અનુસાર, આ નવી ઓનલાઈન સિસ્ટમ જાન્યુઆરી 2026થી લાગુ કરવામાં આવશે.
આ બદલાવથી મુસાફરોને ટિકિટ કેન્સલ કરવાનો ચાર્જ ચૂકવવાની ઝંઝટમાંથી રાહત મળશે. વર્તમાન નિયમો મુસાફરો માટે બોજારૂપ છે. હાલમાં, જો કોઈ મુસાફર તેમની મુસાફરીની તારીખ બદલવા માંગે છે, તો તેણે ટિકિટ રદ કરવી પડશે અને નવી બુકિંગ કરાવવી પડશે. આ સિવાય નોંધપાત્ર ચાર્જ પણ ચૂકવવો પડે છે.
ઉદાહરણથી સમજીએ
ઉદાહરણ તરીકે, નિર્ધારિત પ્રસ્થાન સમયના 48 થી 12 કલાક પહેલાં ટિકિટ કેન્સલ કરવા પર 25 ટકા કપાત થાય છે. ટ્રેન ઉપડવાના 12 થી 4 કલાક પહેલા ટિકિટ કેન્સલ કરવાથી વધુ કપાત થશે. ટ્રાવેલ ચાર્ટ તૈયાર થયા પછી રિફંડ મળતું નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, નવા બદલાવ બાદ મુસાફરીની નવી તારીખે કન્ફર્મ ટિકિટ મળશે કે નહીં તે સંપૂર્ણપણે સીટની ઉપલબ્ધતા પર આધાર રાખે છે.
જો નવી તારીખે ભાડું વધારે હશે, તો મુસાફરે વધારાનું ભાડું પણ ચૂકવવું પડશે. જોકે, મુસાફરીની તારીખ બદલવા માટે કોઈ વધારાની ફી કે દંડ નહીં લાગે. આ પગલાથી લાખો મુસાફરોને રાહત મળશે. આ નવી સુવિધા મુસાફરીની ડેટમાં ફેરફાર સમયે નાણાકીય બોજ ઘટાડશે.
ભારતીય રેલ્વેનું સકારાત્મક પગલું
રેલ્વે બોર્ડે કોઈ પણ નવા પ્રોજેક્ટ પર કામ શરૂ કરતા પહેલા તમામ ઝોનને ટ્રાફિક અભ્યાસ કરવા નિર્દેશ આપ્યો છે. આ પછી જ ફાઇનલ લોકેશન સર્વે (FLS) અને વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ (DPR)તૈયાર કરવામાં આવશે. બોર્ડ જણાવે છે કે ઘણા ઝોને પ્રક્રિયાનું પાલન કર્યું નથી,
જેના કારણે કડક સૂચનાઓ આપવામાં આવી છે. એકંદરે, મુસાફરોને તેમની મુસાફરીની તારીખો મફતમાં બદલવાની મંજૂરી આપવી એ ભારતીય રેલ્વેનું એક મોટું અને સકારાત્મક પગલું છે.