Ahan Pandey new movieમાં કામ કરશે આ અભિનેત્રી, Gen-zને ફરીથી સિનેમાઘરોમાં લાવવાની તૈયારી

“સૈયારા” ફેમ અહાન પાંડે અભિનીત એક નવી ફિલ્મની ચર્ચાઓ થઈ રહી છે. અહેવાલ છે કે “મુંજ્યા” ફિલ્મની અભિનેત્રી શર્વરી વાઘ આ ફિલ્મમાં અહાન સાથે કામ કરશે. આદિત્ય ચોપરા આ ફિલ્મનું નિર્માણ કરી રહ્યા છે. અહાન પાંડે અને શર્વરી વાઘ પહેલીવાર મોટા પડદા પર સાથે જોવા મળશે. અહેવાલ છે કે આ જોડી અલી અબ્બાસ ઝફરની નવી ફિલ્મમાં સાથે જોવા મળશે. ફિલ્મનું નામા હજુ સુધી નક્કી થયું નથી, પરંતુ જાણવા મળ્યું છે કે ફિલ્મની મુખ્ય અભિનેત્રી શર્વરી વાઘે આ ફિલ્મ માટે પહેલાથી જ કોન્ટ્રાક્ટ સાઇન કરી લીધો છે.
સૂત્રો અનુસાર માહિતી છે કે, સૈયારાએ બોક્સ ઓફિસ પર ઇતિહાસ રચ્યો છે, અને અહાન પાંડે આજે આપણા દેશનો સૌથી ફેમસ Gen-z એક્ટર છે. શર્વરી 100 કરોડ રૂપિયાની બ્લોકબસ્ટર ફિલ્મ “મુંજ્યા” નો પણ ભાગ હતી. આવનારી ફિલ્મમાં બે તેજસ્વી કલાકારો જોવા મળશે જે તેમના અભિનયથી લોકોને થિયેટરોમાં ખેંચી લાવશે અને ફિલ્મને બ્લોકબસ્ટર બનાવી શકે છે.
યુવા કલાકારોનો પ્રભાવશાળી દેખાવ
ઘણા સમય બાદ બોક્સ ઓફિસ પર નવા અને યુવા કલાકારો સારો દેખાવ કરી રહ્યા છે. જેના કારણે અલી અબ્બાસ ઝફર જેવા મોટા ફિલ્મ નિર્માતાઓને રોમેન્ટિક અને એક્શનથી ભરપૂર ફિલ્મ બનાવવા માટે પ્રોત્સાહન મળશે.
આદિત્ય ચોપરાની નવી ફિલ્મ
સૂત્રએ વધુમાં જણાવ્યું છે કે અલી અબ્બાસ ઝફર પણ આ બે યુવા કલાકારોનું દિગ્દર્શન કરવા માટે ઉત્સાહિત છે. ફિલ્મનું નામ હજુ નક્કી થયું નથી. આદિત્ય ચોપરા તેનું નિર્માણ કરી રહ્યા છે. ‘મેરે બ્રધર કી દુલ્હન’, ‘ગુંડે’, ‘સુલતાન’ અને ‘ટાઇગર ઝિંદા હૈ’ પછી આ અલી ઝફર અને આદિત્ય ચોપરાની પાંચમી ફિલ્મ હશે.
‘સૈયારા’ની સફળતા પછી અહાન પાંડેનું કરિયર
‘સૈયારા’ની સફળતા પછી નિર્માતાઓએ અહાન પાંડેમાં વિશ્વાસ વધાર્યો છે. તેમનું માનવું છે કે અહાનમાં Gen-zને થિયેટરોમાં લાવવાની ક્ષમતા છે, તેથી તે તેનો લાભ લેવા માંગે છે.
થોડા સમય પહેલા, એવા અહેવાલો આવ્યા હતા કે બંને સાથે કામ કરી શકે છે, અને હવે તેની પુષ્ટિ થઈ ગઈ છે. આ પહેલીવાર હશે જ્યારે શર્વરી વાઘ અને અહાન પાંડે પડદા પર સાથે જોવા મળશે. ફિલ્મ વિશે જાણ્યા પછી સોશિયલ મીડિયા પર ફેન્સનો ઉત્સાહ વધારે દેખાય રહ્યો છે.