‘WAR 2’ આવી ગઈ! હવે ઘરે બેઠા જુઓ Kabir vs Vikramનો જબરદસ્ત જંગ, માત્ર આ OTT પ્લેટફોર્મ પર!

War 2 Released on ott: યશ રાજ ફિલ્મ્સની સ્પાય યુનિવર્સની મોટી ફિલ્મ ‘વોર 2’ OTT પર રિલીઝ થઈ ગઈ છે. સિનેમાઘરોમાં જબરદસ્ત એક્શન અને સસ્પેન્સ સાથે દર્શકોનું મનોરંજન કર્યા પછી, હવે આ ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે, જેના કારણે ફેન્સમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે.
ક્યારે થઈ રિલીઝ?
બોલિવૂડ સુપરસ્ટાર હૃતિક રોશન અને તેલુગુ સ્ટાર જુનિયર NTR અભિનીત આ ફિલ્મ Netflix પર સ્ટ્રીમિંગ માટે ઉપલબ્ધ છે. Netflixએ પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પર આની જાહેરાત કરી હતી.
આ ફિલ્મ 9 ઓક્ટોબર, 2025થી Netflix પર જોવા મળી રહી છે. ‘વોર 2’ હિન્દી, તેલુગુ અને તમિલ ભાષાઓમાં સ્ટ્રીમ કરી શકાય છે.
હૃતિક રોશન એજન્ટ કબીરના પાત્રમાં
અયાન મુખર્જી દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં હૃતિક રોશન એજન્ટ કબીરના પાત્રમાં છે, જ્યારે જુનિયર NTR વિક્રમના પાત્રમાં જોવા મળશે. અભિનેત્રી કિયારા અડવાણી પણ મુખ્ય ભૂમિકામાં છે.
‘વોર 2’ YRF સ્પાય યુનિવર્સની છઠ્ઠી ફિલ્મ છે અને 2019ની બ્લોકબસ્ટર ‘વોર’ની સિક્વલ છે. જો તમે સિનેમાઘરોમાં આ ફિલ્મ જોવાનું ચૂકી ગયા હો, તો હવે તમે ઘરે બેઠા પરિવાર અને મિત્રો સાથે આ હાઈ-ઓક્ટેન એક્શન થ્રિલરની મજા માણી શકો છો.