સ્પોર્ટ્સ

IND Vs WI Test Match : ભારતે ઘરઆંગણે વેસ્ટ ઇન્ડીઝને ક્લીન સ્વીપ કર્યું, બીજી મેચમાં કેરેબિયન ટીમને 7 વિકેટે હરાવ્યું

દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ટેસ્ટ સિરીઝની બીજી અને અંતિમ ટેસ્ટ મેચ રમાઈ હતી. ભારતે વેસ્ટ ઇન્ડીઝને 7 વિકેટે હરાવી ટેસ્ટ સિરીઝમાં 2-0થી ક્લીન સ્વીપ કર્યું.

ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધની 2 મેચની ટેસ્ટ સિરીઝમાં 2-0થી ક્લીન સ્વીપ કરી લીધું છે. ટીમે મંગળવારે બીજી ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડીઝને 7 વિકેટથી હરાવ્યું. ભારતે પહેલી ટેસ્ટ ઇનિંગ્સ અને 140 રનથી જીતી હતી.

  • કેએલ રાહુલે ચોગ્ગો ફટકારી જીત અપાવી

દિલ્હી ટેસ્ટમાં ભારતને 121 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જે ભારતે 3 વિકેટના નુકસાને ચેઝ કરી લીધો. કેએલ રાહુલે ચોગ્ગો લગાવીને જીત અપાવી. તે 58 રન બનાવીને અણનમ પરત ફર્યો. શુભમન ગિલે કેપ્ટન તરીકે પોતાના હોમ ગ્રાઉન્ડ પર પહેલી ટેસ્ટ સિરીઝ જીતી છે.

  • ફોલોઓન બાદ જોન કેમ્પબેલ અને શાઈ હોપે સદી ફટકારી લડત આપી હતી

ફોલોઓન વેસ્ટ ઈન્ડીઝ ટીમ બીજી ઇનિંગ્સમાં 390 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. જસ્ટિન ગ્રીવ્સ (50 રન) અને જેડન સીલ્સ (32 રન)એ 10મી વિકેટ માટે 113 બોલમાં 79 રનની મોટી ભાગીદારી નોંધાવી હતી. એક સમયે વેસ્ટ ઇન્ડીઝ પર ઇનિંગ્સથી હારનું જોખમ મંડરાઈ રહ્યું હતું. જોન કેમ્પબેલ (115 રન) અને શાઈ હોપ (103 રન) એ સદી ફટકારીને ઇનિંગ્સ હાર ટાળી દીધી. આ બંનેએ ત્રીજી વિકેટ માટે 177 રનની ભાગીદારી કરી. આ બન્ને બેટર્સના આઉટ થયા પછી અન્ય બેટર્સ બરાબર રમી શક્યા નહીં.

  • વેસ્ટ ઇન્ડીઝની પ્રથમ ઈનિગ્સ 248 રનમાં સમેટાઈ ગઈ હતી

ભારત તરફથી જસપ્રીત બુમરાહ અને કુલદીપ યાદવે 3-3 વિકેટ ઝડપી. મોહમ્મદ સિરાજને બે વિકેટ મળી, જ્યારે રવીન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરને એક-એક વિકેટ મળી. આ પહેલાં મેચના ત્રીજા દિવસે વેસ્ટ ઇન્ડીઝ 248 રન બનાવીને પહેલી ઇનિંગ્સમાં સમેટાઈ ગયું હતું.

  • ભારતે પહેલી ઇનિંગ્સ 518/5ના સ્કોર પર ડિક્લેર કરી હતી

ઉલ્લેખનીય છે કે ભારતે પહેલી ઇનિંગ્સ 518/5ના સ્કોર પર ડિક્લેર કરી હતી. જેમાં યશસ્વી જયસ્વાલે 175 રન બનાવ્યા હતા. અને શુભમન ગિલે સદી ફટકારી હતી. સાઈ સુદર્શને ફિફ્ટી ફટકારી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button