સની દેઓલની Border 2માં ધ બેડ્ઝ ઓફ બોલિવૂડની આ અભિનેત્રીની થઈ એન્ટ્રી

1997ની કલ્ટ ક્લાસિક “બોર્ડર” ની સિક્વલ “Border 2” પહેલાથી જ ચર્ચામાં છે અને હવે આ મોસ્ટ અવેટેડ વૉર ડ્રામા ફિલ્મ વિશે નવા સમાચાર સામે આવ્યા છે. વરુણ ધવન, અહાન શેટ્ટી અને દિલજીત દોસાંઝ, સની દેઓલની આગામી ફિલ્મમાં અભિનય કરશે તેવી પુષ્ટિ થઈ ગઈ છે.
દરેકે પોતપોતાના ભાગનું શૂટિંગ લગભગ પૂર્ણ કરી લીધું છે. જોકે હવે એવું બહાર આવ્યું છે કે ફિલ્મમાં એક નવી અભિનેત્રીની એન્ટ્રી કરવામાં આવી છે. અહેવાલો અનુસાર અભિનેત્રી અન્યા સિંહ આ ફિલ્મમાં જોડાઈ શકે છે.
અન્યા સિંહ ફિલ્મમાં અહાન શેટ્ટીના અપોજિટ જોવા મળશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ જોડી ફિલ્મમાં એક નવો રોમેન્ટિક સબપ્લોટ લાવશે જે તેના ઇમોશનલ અને ડ્રામેટિક ટોનને ઊંડાણ આપશે.
- અન્યા સિંહનો પહેલો પ્રોજેક્ટ
અન્યા સિંહે 2017 માં ફિલ્મ “કૈદી બેન્ડ” થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. ત્યારથી તેણીએ ફિલ્મો અને વેબ સિરીઝ બંનેમાં મજબૂત જગ્યા સ્થાપિત કરી છે.
તાજેતરમાં રિલીઝ થયેલી નેટફ્લિક્સ સીરીજ “ધ બેડ્ઝ ઓફ બોલિવૂડ” માં તેના અભિનયને ટીકાત્મક પ્રશંસા મળી હતી. જો અન્યાને “Border 2 ” માં કાસ્ટ કરવામાં આવે છે, તો તે તેના કરિયરનો અત્યાર સુધીનો સૌથી મોટો પ્રોજેક્ટ હશે.
 
				


