PV Sindhuએ લીધો મોટો બ્રેક, આ સિઝન નહીં રમે કોઈપણ ટુર્નામેંટ

PV Sindhuએ નિર્ણય કર્યો છે કે તે 2025ના બાકી રહેલા તમામ BWF ટુર્નામેંટથી નામ પાછું ખેસિ લેશે. આ પગલું તેણે તેના પગમાં થઈ ઇજાની સંપૂર્ણપણે સારવાર માટે લીધું છે. 30 વર્ષની આ સ્ટાર ખેલાડી યુરોપિયન લીગ પહેલા થઈ ઇજા થી ઝૂઝમી રહી છે. તેણે તેની સપોર્ટ ટીમ અને તબીબી નિષણતો ખાસ કરીને પ્રખ્યાત સ્પોર્ટ્સ ઓર્થોપેડિક સર્જન ડૉક્ટર દિનશા પારડીવાળા સાથે સલાહ લીધા પછી આ નિર્ણય લીધો હતો.
- PV Sindhuનું નિવેદન
PV Sindhuએ સોમવારે નિવેદન આપ્યું હતું કે “મારી ટીમ સાથે ચર્ચા પછી અને ડૉક્ટર પારડીવાલાના માર્ગદર્શનમાં અમે આ નિર્ણય લીધો છે કે મારા માટે શ્રેષ્ઠ રહશે કે હું 2025ના બાકી રહેલા તમામ BWF ટુર્નામેંટથી ખસી જઉ, આનાથી મને સંપૂર્ણપણે સ્વસ્થ થઈને પાછું ફરવાની તક મળશે’.
PV Sindhuએ વધારામાં ઉમેર્યું કે “યુરોપિયન લીગ પહેલા થયેલી ઇજા સંપૂર્ણપણે અજી સુધી સાજી થઈ નથી, અને સ્વીકારવું સરળ નથી પણ ઇજા ખેલાડીના કારકિર્દીનું એક અભિન્ન ભાગ છે. ઇજા એક ખેલાડી ની ધીરજ અને ભાવનાની કસોટી કરે છે, પરંતુ તે મજબૂતી સાથે ફરવામાટે આગ પણ પ્રજ્વલિત કરે છે’



