Suratમાં હાસ્યાસ્પદ ચોરીની ઘટના, બંધ ક્લેટમાં ઘૂસેલો ચોર ફસાયો, રેસ્ક્યુ બાદ ધરપકડ

સુરત શહેરમાં એક એવી ઘટના બની છે, જે સાંભળીને કોઈ પણ વ્યક્તિ હસી પણ પડે અને ચોંકી પણ જાય. અશ્વિનીકુમાર રોડ વિસ્તાર ખાતે એક ચોર ચોરી કરવા માટે એક બંધ ફ્લેટમાં ઘૂસ્યો હતો, પરંતુ નસીબે તેની એવી મજાક ઉડાવી કે પોતે જ તેમાં ફસાઈ ગયો અને બહાર નીકળી શક્યો નહીં.
- શું ઘટના બની હતી?
મળતી માહિતી મુજબ, આ ચોર રાત્રિના સમયે એક બંધ ક્લેટમાં ચોરીના ઈરાદે ઘૂસ્યો હતો. અંદર પ્રવેશ્યા બાદ ફ્લેટનો દરવાજો આપોઆપ લોક થઈ ગયો, જેના કારણે ચોર અંદર જ બંધ થઈ ગયો. બહાર નીકળવાનો કોઈ રસ્તો ન મળતાં તે બુમો પાડવા લાગ્યો.
સ્થાનિક રહેવાસીઓએ અવાજ સાંભળી તરત જ પોલીસને જાણ કરી. ઘટના સ્થળે તરત જ પોલીસ દોડી આવી અને રેસ્ક્યુ કામગીરી શરૂ કરી. થોડા પ્રયત્નો બાદ પોલીસે ચોરને સલામત રીતે ફ્લેટમાંથી બહાર કાઢ્યો.
- પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી શરૂ
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ ચોર અગાઉ પણ નાના-મોટા ચોરીના બનાવોમાં સંડોવાયેલો હતો. હાલ સુરત પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ આખી ઘટના સોશિયલ મીડિયા અને સ્થાનિક વોટ્સએપ ગ્રુપમાં જોરદાર ચર્ચાનો વિષય બની ગઈ છે.
લોકો પોલીસની સતર્કતા અને ઝડપી કામગીરીની પ્રશંસા કરી રહ્યા છે, જ્યારે ચોરની નસીબજોગ મૂર્ખાઈ પર હાસ્યજનક ટિપ્પણીઓ પણ કરી રહ્યા છે.
પોલીસે નાગરિકોને ચેતવણી આપી છે કે પોતાના ઘર, દુકાન અને ફ્લેટ જેવી જગ્યાઓના તાળાં અને સુરક્ષા વ્યવસ્થા નિયમિત રીતે ચકાસતા રહેવા જોઈએ, જેથી આવા બનાવો અટકી શકે.



