ભારતમાં યુઝર્સને મળશે ChatGPT Go એક વર્ષ માટે મફત, કંપની આ ઇવેંટમાં કરશે સર્વિસ લોન્ચ

ChatGPTની પેરેન્ટ કંપની OpenAIએ મંગળવારે એક મોટી જાહેરાત કરી. કંપનીએ જણાવ્યું હતું કે ભારતમાં યુઝર્સને હવે ChatGPT Goની એક વર્ષ માટે મફત ઍક્સેસ મળશે. એક વાત અહેવાલ દ્વારા જણાવવામાં આવી હતી. જોકે એક શરત છે આ ઓફર ફક્ત તે લોકો માટે જ ઉપલબ્ધ રહેશે જેઓ 4 નવેમ્બરથી શરૂ થતા મર્યાદિત સમયના પ્રમોશનલ સમયગાળા દરમિયાન સાઇન અપ કરશે.
- ChatGPT Go શું છે અને આ યોજના કોના માટે છે?
ChatGPT Go એ OpenAI તરફથી એક નવી સબ્સ્ક્રિપ્શન ટિયર સેવા છે, જે ખાસ કરીને ભારત માટે શરૂ કરવામાં આવી છે. ત્યારથી કંપનીએ તેને લગભગ 90 દેશોમાં વિસ્તૃત કરી છે. તેની કિંમત દર મહિને ₹399 છે. આ યોજના એવા લોકો માટે છે જેઓ અદ્યતન ChatGPT અનુભવ ઇચ્છે છે પરંતુ પ્લસ અથવા પ્રો જેવા વધુ ખર્ચાળ યોજનાઓ માટે ચૂકવણી કરવા માંગતા નથી.
- OpenAIનો DevDay Exchange ઇવેન્ટ અને તેનું ભારત પર ધ્યાન કેન્દ્રિત
OpenAIએ આ ઓફર તેના પ્રથમ ડેવડે એક્સચેન્જ ઇવેન્ટ સાથે જોડીને કરી છે, જે 4 નવેમ્બરના રોજ બેંગલુરુમાં યોજાવાની છે. કંપનીએ જણાવ્યું “ભારતમાં ડેવડે ઇવેન્ટની ઉજવણી કરવા માટે, અમે ચેટજીપીટી ગોને એક વર્ષ માટે મફતમાં ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ જેથી વધુ લોકો એઆઈ ટેકનોલોજીનો લાભ લઈ શકે’.
- ભારતમાં ChatGPTનો ઉપયોગ ઝડપથી વધ્યો છે
એક અહેવાલ મુજબ ભારતમાં ચેટજીપીટીના યુઝર્સની સંખ્યા સતત વધી રહી છે. કંપનીના જણાવ્યા અનુસાર, ભારતમાં ચેટજીપીટી સબ્સ્ક્રાઇબર્સની સંખ્યા બમણી થઈ ગઈ છે, જે આ AI ચેટબોટને ઝડપથી અપનાવવાનો સંકેત આપે છે.



