Shreyas Iyer : સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પોતાની ઈજા અંગે આપ્યું મોટું અપડેટ

ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ગંભીર રીતે ઘાયલ થયેલા સ્ટાર ભારતીય બેટ્સમેન શ્રેયસ અય્યર હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વનડેમાં ફિલ્ડિંગ કરતી વખતે અય્યરને ઈજા થઈ હતી અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
તેને ગંભીર ઈજાઓ અને આંતરિક રક્તસ્રાવ થયો હતો. જોકે, અય્યર હવે જોખમની બહાર છે અને BCCI મેડિકલ ટીમની દેખરેખ હેઠળ તે સ્વસ્થ થઈ રહ્યો છે. આ દરમિયાન, શ્રેયસ ઐયરે એક મહત્વપૂર્ણ નિવેદન બહાર પાડ્યું છે.
- ચાહકોનો આભાર વ્યક્ત કર્યો
શ્રેયસ અય્યરે પોતાની ઈજા અંગે મહત્વપૂર્ણ અપડેટ આપ્યું છે. તેણે તેના ચાહકો અને તેના માટે પ્રાર્થના કરનારા લોકોનો આભાર માન્યો છે. શ્રેયસ અય્યરે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે, “હું હાલમાં સ્વસ્થ થવાની પ્રક્રિયામાં છે અને દરેક પસાર થતા દિવસે સ્વસ્થ થઈ રહ્યો છું. મને મળેલી બધી શુભેચ્છાઓ અને સમર્થન માટે હું ખૂબ આભારી છે. આ ખરેખર મારા માટે ઘણું મહત્વ ધરાવે છે. મને તમારી પ્રાર્થનામાં રાખવા બદલ આભાર.”
— Shreyas Iyer (@ShreyasIyer15) October 30, 2025
- કઈ રીતે ઈજા થઈ હતી?
શ્રેયસ ઐયર તાજેતરમાં ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની ODI શ્રેણીમાં ટીમ ઈન્ડિયાનો ભાગ હતો. ઓસ્ટ્રેલિયાએ પહેલી બે મેચ જીતીને શ્રેણી જીતી હતી. ભારતે ત્રીજી અને અંતિમ મેચ જીતી હતી.
આ મેચ દરમિયાન શ્રેયસ અય્યરને ઈજા થઈ હતી. સિડનીમાં ત્રીજી ODI દરમિયાન, હર્ષિત રાણાની બોલિંગમાં એલેક્સ કેરીનો મુશ્કેલ કેચ પકડવાનો પ્રયાસ કરતી વખતે અય્યરને ગંભીર ઈજા થઈ હતી.



