Gold Silver price : અમેરિકાના ફેડરલ રિઝર્વના નિર્ણયથી બદલાવ આવશે, શું સોનું-ચાંદી સસ્તું થશે?

ગઇકાલે MCX પર સોનાનો ભાવ 1.27% ઘટીને 1,19,125 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો, જ્યારે પહેલા દિવસનો બંધ ભાવ 1,20,666 રૂપિયા હતો. ચાંદીની શરૂઆત પણ નબળી રહી અને તે 0.4% ઘટીને 1,45,498 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચી ગઈ. આજે પણ સોનું અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. MCX પર સોનું આજે 400 રૂપિયાથી વધુ તૂટીને 1,20,880 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર વેપાર કરી રહ્યું છે, જ્યારે ચાંદી 800 રૂપિયાથી વધુ ઘટીને 1,47,942 રૂપિયા પ્રતિ કિલો પર રહ્યું છે.
- શું હજુ વધુ ગગડશે ભાવ?
નિષ્ણાતોના મત બુજબ, શરૂઆતમાં સોનું અને ચાંદી મજબૂત રીતે ખુલ્યા હતા, પરંતુ અમેરિકાના ફેડરલ રિઝર્વના ચેરમેન દ્વારા વ્યાજ દરમાં 25 બેઝિસ પોઇન્ટનો ઘટાડો કરીને તેને 4.0% સુધી લાવ્યા બાદ આગળ વધુ ઘટાડાની શક્યતા ઓછી જણાતાં સોનાના ભાવમાં તેજી આવી હતી. અમેરિકા-ચીન વચ્ચેની વેપાર ચર્ચાઓ અંગેનો આશાવાદ સોનામાં સુરક્ષિત રોકાણની માંગ ઘટાડે છે. શોર્ટ ટર્મમાં ભાવમાં ઘટાડો હોવા છતાં સોનું અને ચાંદી લાંબા ગાળે મજબૂત સ્થિતિમાં હશે.
- ક્યાં સુધી જશે સોનાનો ભાવ?
એક્સપર્ટના જણાવ્યા મુજબ સોનાને રૂ. 1,20,070થી રૂ. 1,19,480 વચ્ચે સપોર્ટ મળી રહ્યો છે. એટલે કે આ સમયમાં ઉપર કે નીચે જતા ભાવમાં મોટી તેજી કે મોટો ઘટાડો આવી શકે છે. બીજી તરફ, ચાંદી માટે સપોર્ટ લેવલ રૂ. 1,44,950થી રૂ. 1,43,750 છે, જ્યારે રેઝિસ્ટન્સ રૂ. 1,47,240થી રૂ.1,48,180 સુધી છે.
 
				


