GUJARAT

Vadodaraની આર્મી સ્કૂલમાં 10 ફૂટ મગરે દેખા દેતા કરાયું રેસ્કયૂ

  • વડોદરામાં આર્મી સ્કૂલમાં મહાકાય મગર દેખાયો
  • ઇ.એમ.ઇ સ્કૂલમાં 10 ફૂટના મગરે દેખા દીધી
  • વન વિભાગની ટીમે મગરનું રેસ્ક્યૂ કર્યું

ગુજરાતની વડોદરા નગરી એ સંસ્કારી નગરી તરીકે તો ઓળખાય છે, પરંતુ સાથે સાથે મગરોની નગરી તરીકે પણ હવે ઓળખાતી થઈ છે, વડોદરામાં પૂરના સમયે મગરો નદીની બહાર આવી જતા હોય છે,તાજેતરમાં જે પૂર આવ્યું તેમાં પણ મગરો નદીના પૂરની સાથે બહાર આવી ગયા હતા,જાણાકારી અનુસાર છેલ્લા એક સપ્તાહમાં 40થી વધુ મગરોનું રેસ્ક્યૂ કરાયું છે.

આર્મી સ્કૂલમાં મગર

વડોદરાની આર્મી સ્કૂલમાં મગર દેખાયો છે,તો સ્થાનિકોએ વન વિભાગને જાણ કરતા મગરનું રેસ્કયૂ કરાયું છે સાથે સાથે મગર એટલો મોટો હતો કે ભારે જહેમત બાદ તેનું રેસ્કયૂ કરાયું હતુ,એક કલાકની મહેનત બાદ મગર પાંજરે પૂરાયો હતો.વિશ્વામિત્રી નદીમાં પૂરની સાથે મગરો પણ બહાર આવી ગયા હતા,વડોદરાના સ્થાનિકોને ઘરની બહાર નિકળવું હોય તો જોઈને નિકળવું પડે કે ઘરની બહાર મગર તો નથીને.ત્યારે હાલ વડોદરામાં પૂરના પાણી ઓસર્યા બાદ મગરો બહાર નિકળવાની નવી સમસ્યા સામે આવી છે.

મગરના કરાયા રેસ્કયૂ

પૂરના પાણીની સાથે મગરો બહાર આવી ગયા હતા,તો વન વિભાગ તેમજ ખાનગી માણસો તેમજ એનજીઓની મદદથી આ મગરોના રેસ્કયૂ પણ કરવામાં આવ્યા અને તેમને પાછા નદીમાં છોડી દેવામાં આવ્યા છે,વન વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 4 દિવસમાં આશરે 25 કરતા વધારે મગરોનું રેસ્કયૂ કરવામાં આવ્યું છે.મકરપુરા, સમા તળાવ, સયાજીગંજ, રાત્રિ બજાર, કમાટીબાગ, એમ. એસ. યુનિવર્સિટી, અકોટા પોલીસલાઇન, માંજલપુર સહિતના વિસ્તારોમાંથી મગરોને રેસ્ક્યુ કર્યા હતા. આ બધા મગર, કાચબા, સાપને પાંજરામાં રાખવામાં આવ્યા હતા અને પછી વિશ્વામિત્રી નદીમાં પાણી ઓછું થતાં મગરોને એમાં છોડી દેવામાં આવ્યા હતા.

મગરનું રેસ્કયૂ કરવા ટોલફ્રી નંબર જાહેર

વડોદરામાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા એક ટોલ ફ્રી નંબર (18002332636) જાહેર કરવામાં આવ્યો છે. કોઇપણ વાઇલ્ડલાઈફ પ્રાણી માટે તમે એનો સંપર્ક કરી શકો છો. તમારી નજીકની કોઈ એનિમલ વેલ્ફેર NGOનો સંપર્ક પણ કરી શકો છો. એ સિવાય પણ ઘણી સંસ્થાઓ છે.જિલ્લાના ડભોઇ તાલુકામાંથી પસાર થતી ઓરસંગ નદીના કોતરમાં માછલીઓ પકડવા ગયેલા યુવાનને મગર ખેંચી જતા ચકચાર મચી ગઇ હતી. મગરનો શિકાર બનેલા યુવાનના પરિવાર દ્વારા પોલીસને જાણ કરવામા આવતા પોલીસે કાર્યવાહી હાથધરી છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button