ભરૂચમાં બળાત્કાર અને છેડતીના કિસ્સાઓની ઘટના વધતી જાય છે. ત્યારે ભરૂચ જિલ્લાના ઝઘડીયામાં હૈયું હચમચાવતી ઘટના સામી આવી છે. જેમાં એક નરાધમ હવસખોરે 10 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરી માસુમ બાળકીના ગુપ્તાંત અને શરીરના પર ભાગે ઇજાઓ પહોંચાડી છે. હવસખોરે દુષ્કર્મ આચર્યા બાદ બાળકીને ઝાડીઓમાં ફેંકી દીધી હતી. માસુમ બાળકીને ગંભીર ઇજા પહોંચતાં તેને અંકશ્વલેર ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી. જોકે ત્યારબાદ તેને ભરૂચ સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે વડોદરા ખાતે ખસેડવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર અનુસાર ઝઘડીયાની જીસીડીસીમાં કામ કરતા પરિવારની ફૂલ જેવી માસુમ 10 વર્ષીયને પડોશમાં રહેતા હવસખોરે સોમવારે પોતાનો શિકાર બનાવી ઝાડીમાં ફેંકી દીધી હતી. લોહી લથબથ હાલતમાં બાળકી મળી આવતાં તેને સારવાર માટે અંકલેશ્વર ખાતે ખસેડવામાં આવી હતી, ત્યારબાદ ભરૂચ સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી વડોદરા ખાતે ખસેડવામાં આવી હતી.
આ ઘટનાની જાણ થતાં પોલીસ સહિત કાફલો હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. જોકે દુષ્કર્મ આચર્યાના ગણતરીના કલાકોમાં પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. હવસખોર આરોપી બીજું કોઇ નહી પરંતુ પડોશી હોવાનો ખુલાસો થયો છે. પોલીસે તેને ઝડપી પાડી કડક પૂછપરછ કરતાં તે ભાગી પડ્યો હતો અને ગુનાની કબૂલાત કરી હતી. ત્યારબાદ પોલીસે તેના વિરૂદ્ધ અપહરણ, પોક્સો અને દુષ્કર્મ સહિતની કલમો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી મૂળ ઝારખંડનો રહેવાસી છે અને તે બાળકીના પડોશમાં જ રહે છે. આરોપી મજૂરી કામ કરીને ગુજરાન ચલાવે છે. હાલમાં પોલીસે આરોપીના રિમાન્ડ મેળવવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.
Source link