GUJARAT

ઓનલાઈન ગેમના ઝઘડામાં 13 વર્ષના તરુણનું ગળુકાપી નાખ્યું

કચ્છના વાગડ વિસ્તારમાં ગતરોજ પ્રથમ વખત પોષડેડાનાં વાવેતરનો પર્દાફાશ થયાની ગણતરીના કલાકો બાદજ તાલુકાના બેલા ગામે માત્ર 12 વર્ષનાં સગીરની તીક્ષ્ણ હથિયાર વડે ગળું કાપી ને હત્યા કરાતા ખળભળાટ મચ્યો હતો.

પ્રાથમિક વિગતો મુજબ ગતરોજ બપોરનાં અરસામાં રાપર તાલુકાનાં બેલા ગામ ખાતે આવેલ બિલેશ્વર મહાદેવ નાં બગીચા પાસે એક સગીર નો મૃતદેહ પડ્યો હોવાની જાણ પરિવાર જનો અને બાલાસર પોલીસને કરાઈ હતી. જેથી તાત્કાલિક ઘટના સ્થળે પરિવારજનો અને પોલીસ પહોંચી હતી, જ્યાં બેલા ગામની અલીયાજીની વસ્તીમાં રહેતા પ્રવીણ નામેરી રાઠોડ (ઉ.વ.13) નામ નાં સગીરનો મૃતદેહ તીક્ષ્ણ હથિયારનાં ઘા મરાયેલ લોહી લુહાણ હાલતમાં પડ્યો હતો.

જેને રાપર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો, જ્યાં હાજર મરણ જનારના ભાઈ દ્વારા જાણવા જોગ બાલાસર પોલીસમાં કરતાં બાલાસર પોલીસ દ્વારા પોસ્ટમોટમ સહિતની કામગીરી હાથ ધરી હતી.માત્ર તેર વર્ષનાં સગીર ની હત્યા કરાતા પોલીસ બેડામાં ભારે દોડ ધામ મચી પડી હતી, કારણ કે હત્યારાઓ દ્વારા સગીરને ગળાનાં ભાગે ઉપરા ઉપરી તીક્ષ્ણ હથિયાર થી ઘા મરાયા હતા, તો હાથની હથેરી ઓ ઉપર અને પેટના ભાગે પણ ઊંડા ઘા માર્યાના નિશાન જોવા મળ્યા હતા.

આટલા ઘા મારવા પાછળ નો શું ઉદેશ્ય હશેમ તે હજુ અકબંધ રહ્યો હતો. કારણ કે માત્ર તેર વર્ષની ઉંમર નાં સગીર ઉપર આટલી નિર્દયતા પ્રુવક જનુની રીતે હુમલો થતા પોલીસ ખુદ ચોંકી ઉઠી હતી. આ મામલે બાલાસર પોલીસે ત્રણ યુવકને પૂછપરછ કરી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. આરોપીઓમાં એક તો કોટુબિક કાકાનો દીકરો હોવાનું સૂત્રો જણાવી રહ્યા હતા, જોકે આરોપીઓ પણ સગીર વયનાં હોવાનું જાણવા મળી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button