ભરૂચમાં બેંક એકાઉન્ટ સાથે ચેડાં કરવાનું કૌભાંડ સામે આવ્યું છે. જેમાં એકાઉન્ટ સાથે ચેડાં કરી મોટી રકમના ટ્રાન્ઝેક્શન કરાયા છે. તેમાં લોકોને લાલચ આપી એકાઉન્ટ ખોલાવ્યા બાદ કૌભાંડ થયુ છે. જેમાં રૂપિયા દુબઇ, બેંગકોકમાંથી વિડ્રોલ કરાતા હતા. એકાઉન્ટ ધારકોની જાણ બહાર ટ્રાન્ઝેક્શનને અંજામ આપતા હતા. તેમાં પોલીસે સરજુ દેવગણિયા નામના આરોપીને પકડ્યો છે. ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે.
અંદાજિત 8 એકાઉન્ટોમાં મોટી પ્રમાણમાં નાણાકીય ટ્રાન્જેકશનો કર્યા
એસ.ઓ.જી ભરૂચ પોલીસે પંજાબ નેશનલ બેન્કમાં અલગ અલગ ઇસમોના નામે એકાઉન્ટ ખોલાવી ખાતેદારોની જાણ બહાર આધારકાર્ડમાં ચેડાં કરી દુબઇ તથા બેંગકોક ખાતે મોટી રકમનું ટ્રાન્જેકશન કરવાનું કૌભાંડ પકડી પાડ્યું છે. એસ.ઓ.જી.શાખામાં ફરજ બજાવતા એ.એસ.આઇ. ગોવિંદરાવ લક્ષ્મણરાવને મળેલ માહિતી આધારે આ કામના આરોપીઓ પંજાબ નેશનલ બેન્કમાં લોકોને વિશ્વાસમાં લઇ તેઓના આધાર કાર્ડમાં ગેરરીતીથી એડ્રેસમાં ફેરફાર કરી ખોટુ આધારકાર્ડ બનાવી તેનો ઉપયોગ કરી ખોટી રીતે અલગ અલગ ઇસમોના નામના 42 જેટલા એકાઉન્ટો ખોલાવી તેમાથી અંદાજિત 8 એકાઉન્ટોમાં મોટી પ્રમાણમાં નાણાકીય ટ્રાન્જેકશનો કર્યા હતા.
તમામ એ.ટી.એમ.કાર્ડ એકટીવ કરાવી દુબઇ ખાતે વૈભવ પટેલને પહોચાડતો
ખાતેદારના મોબાઇલ નંબરની જગ્યાએ ભેજેબાજો દ્વારા સંચાલીત અન્યનો મોબાઇલ નંબર એકાઉન્ટમાં દર્શાવી એકાઉન્ટ ધારકની જાણ બહાર ગેરકાયદેસર વ્યવસાયના નાણા ઓનલાઇન ટ્રાન્જેકશનથી ભારત ખાતેથી રૂપિયા જમા કરાવતા અને દુબઇ તથા બેંગકોક ખાતે મોટી રકમનું વિડ્રોલ કરી આરોપીઓએ ઠગાઇ કરવાના હેતુથી ગુનાહીત વિશ્વાસઘાત કરેલ હોય જે અંગે તપાસ કરી સદર કૌભાંડ પકડી પાડ્યો છે. ભરૂચ શહેર “સી” ડીવી. પોલીસ સ્ટેશન ખાતે આ કામના આરોપી સરજુ દેવગણીયા અને ખંજન ઉર્ફે પ્રિન્સ કનુભાઇ મયાત્રાએ આધારકાર્ડમાં ચેડા કરી એકાઉન્ટ ખોલાવીને સુરત ખાતેના દશરથ ધાંધલીયાનાઓને ખાતેદારોના ધ્યાન બહાર તેઓના એ.ટી.એમ.કાર્ડ, પાસબુક અને ચેકબુક પહોચાડતા અને દશરથ ધાંધલીયા આ તમામ એ.ટી.એમ.કાર્ડ એકટીવ કરાવી દુબઇ ખાતે વૈભવ પટેલને પહોચાડતો હતો.
Source link