- અંબાજીના ગબ્બરમાં સતત બીજા દિવસે રીંછ જોવા મળ્યુ
- પોલપચા ખાતે મંદિર નંબર 17 પર રીંછ દેખાયું
- બુધવારે પણ પરિક્રમા માર્ગ પર દેખાયું હતું રીંછ
ગુજરાતના યાત્રાધામ અંબાજીમાં ફરી એક વખત રીંછ જોવા મળ્યું છે. ગઈકાલે રાત્રે પણ રીંછ ગબ્બરની આસપાસ ફરતુ જોવા મળ્યું હતું, ત્યારે આજે સતત બીજા દિવસે પણ ગબ્બરમાં રીંછ ફરતુ જોવા મળ્યું છે.
પોલપચા ખાતે મંદિર નંબર 17 પર રીંછ દેખાયું
ગબ્બર પરિક્રમા માર્ગ ખાતે રીંછ સતત બીજા દિવસે જોવા મળ્યું છે. જેનો વીડિયો ગબ્બર ખાતે ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડ દ્વારા ઉતારવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે ગઈકાલે 10 નંબરના મંદિર ખાતે રીંછ પરિક્રમા માર્ગ ઉપર જોવા મળ્યું હતું, ત્યારે આજે સતત બીજા દિવસે મંદિર નંબર 17 પર રીંછ જોવા મળ્યું હતું.
પરિક્રમા કરવા આવતા માઈ ભક્તોની સુરક્ષા સામે સવાલ
ત્યારે સતત છેલ્લા 2 દિવસથી રીંછ જોવા મળતા હવે પરિક્રમા કરવા માટે આવી રહેલા માઈ ભક્તોની સુરક્ષા સામે સવાલો ઉભા થયા છે. આજે પોલપચા ખાતે મંદિર નંબર 17 ખાતે રીંછ જોવા મળ્યુ હતુ. તમને જણાવી દઈએ કે આ વિસ્તારમાં રીંછ મોટી સંખ્યામાં વસવાટ કરે છે.
ગઈકાલે રાત્રે પણ અંબાજીના ગબ્બર ખાતે રીંછના આંટાફેરા જોવા મળ્યા હતા
તમને જણાવી દઈએ કે ગઈકાલે રાત્રે પણ અંબાજીના ગબ્બર ખાતે રીંછના આંટાફેરા જોવા મળ્યા હતા, 51 શક્તિપીઠ પરિક્રમા પથ પર રીંછ દેખાયું હતું. ઉલ્લેખનીય છે કે થોડા મહિનાઓ અગાઉ અહીં દીપડો પણ દેખાયો હતો. ત્યારે પરિક્રમા કરતા માઈ ભક્તો ભયનો માહોલ છે. અહીંના બાલારામ અભયારણ્ય વિસ્તારમાં રીંછ વસવાટ કરે છે.
Source link