તાપી જિલ્લા SOGએ નિઝર તાલુકાના ખોડદા ગામેથી બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો છે. બાતમીના આધારે ખોરદા પટેલ ફળિયામાં રહેતા સુભાષ પાટીલ નામના બોગસ ડોક્ટરને SOGએ પકડી પાડ્યો છે.
મળતી માહિતી મુજબ, સુભાષ પાટીલ નામના બોગસ ડોક્ટર ખોડદા ગામે પટેલ ફળિયામાં પોતાનાં મકાનમાં બીમાર લોકોને એલોપેથિક દવા આપી સારવાર કરતો હતો. ડિગ્રી વગર ક્લિનિક ચલાવનારા બોગસ તબીબની ધરપકડ કરવામાં આવી છે. લોકોની સારવાર કરીને આરોગ્ય સાથે ચેડા કરતા હોવાનો ખુલાસો થયો છે. પોલીસે એલોપથી દવા કબજે કરીને મેડીકલ પ્રેક્ટીશનર એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
SOGએ ખોડદા ગામે પટેલ ફળિયામાં પોતાનાં મકાનમાં એલોપેથિક દવાઓ તથા મેડિકલ ના લગતા સામાનનો જથ્થો મળી કુલ 59203 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. તાપી જિલ્લા એસઓજીએ BNS કલમ 125 તેમજ ગુજરાત મેડિકલ પ્રેક્ટીશનર એક કલમ 30 મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Source link