મેડિકલ અને ડેન્ટલમાં ચાર રાઉન્ડના અંતે ખાલી પડેલી બેઠકો ભરવા માટે કેન્દ્ર દ્વારા સ્પેશિયલ સ્ટ્રે વેકન્સી રાઉન્ડ યોજવાની મંજૂરી આપવામાં આવી છે. MBBSમાં 16 અને BDSમાં 48 ખાલી બેઠકોમાં પ્રવેશ માટે યોજાનાર સ્પેશિયલ સ્ટ્રે વેકન્સી રાઉન્ડમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ પાસેથી રૂ. 3 લાખનો બોન્ડ લેવાશે.
કારણ કે, અત્યાર સુધીમાં મેડિકલ અને ડેન્ટલમાં 276 વિદ્યાર્થીઓએ પ્રવેશ મળ્યા બાદ કન્ફર્મ ન કરાવતાં બેઠકો ખાલી પડી છે. જેના કારણે એ પછીનુ મેરિટ ધરાવતાં વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહ્યા અને બીજી તરફ બેઠકો ખાલી પડી. અત્યાર સુધીમાં રૂ.10 હજાર રજિસ્ટ્રેશન ડિપોઝિટ જપ્ત કરાતી હતી આ વખતે રૂ.10 હજાર ઉપરાંત રૂ.3 લાખ વધુ ડિપોઝિટની જોગવાઈ કરાઈ છે.
મેડિકલની પ્રવેશ પ્રક્રિયામાં ચાર રાઉન્ડના અંતે MBBSની કુલ 6,673 બેઠક સામે 6,657 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવતાં 16 બેઠક ખાલી પડી હતી જ્યારે BDSની કુલ 1,219 બેઠક સામે 1,171 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવતાં 48 બેઠક ખાલી પડી હતી. આ ચાર રાઉન્ડ દરમિયાન 276 વિદ્યાર્થીઓની રૂ.10 લાખ લેખે રૂ.27.60 લાખ ડિપોજીટ જપ્ત કરવામાં આવી છે. ચાર રાઉન્ડ દરમિયાન પણ ગુજરાત સહિત દેશભરમાં બેઠકો ખાલી પડતાં કેન્દ્રએ પ્રવેશની મુદત વધારી અપાતા સ્પેશિયલ સ્ટ્રે વેકન્સી રાઉન્ડ જાહેર કરાયો છે. આ રાઉન્ડમાં રૂ.3 લાખની રિફંડેબલ ડિપોઝિટ ભરવાની સૂચના આપવામાં આવી છે. આ રાઉન્ડમાં ભાગ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓ 25મી નવેમ્બર સુધીમાં રૂ.3 લાખનો ડ્રાફ્ટ ભરી દેવાનો રહેશે. આ રાઉન્ડમાં માત્ર એવા જ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે જેઓને ચોથા સ્ટ્રે વેકન્સી રાઉન્ડમાં ચોઇસ ભરી હોય પણ કોલેજ એલોટ થઈ ન હોય અથવા અત્યાર સુધીમાં પ્રવેશ કન્ફર્મ કરાવ્યો નથી. જે વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી લેશે તેઓને ડિપોઝિટ પરત મળશે જ્યારે પ્રવેશ એલોટ થયા બાદ કન્ફર્મ નહી કરાવે તેઓની રૂ.10 લાખ ઉપરાંત રૂ.3 લાખ ડિપોઝિટ પણ જપ્ત થઈ જશે.
સ્પેશિયલ રાઉન્ડમાં પ્રવેશ કન્ફર્મ નહી કરાવનાર વિદ્યાર્થી આવતા વર્ષ માટે પણડિસ્ક્વોલિફાઇડ થઈ શકે
પ્રવેશ સમિતીના સૂત્રોના જણાવ્યા મુજબ ચોથા સ્પેશિયલ સ્ટ્રે વેકન્સી રાઉન્ડમાં ભાગ લેનાર પૈકી જે વિદ્યાર્થીઓને કોલેજ એલોટ કરવામાં આવશે તે પૈકી જેઓ પ્રવેશ કન્ફર્મ નહી કરાવે તેઓની ડિપોજીટ જપ્ત કરવા ઉપરાંત આગામી વર્ષના પ્રવેશ માટે ડિસ્ક્વોલિફાઇડ પણ કરાઈ શકે છે.
Source link