વડોદારના ભાયલી ખાતે સગીર યુવતી પર સામુહિક દુષ્કર્મ આચરવાના મામલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે શહેરના પ્રબુદ્ધ નાગરિકોએ આ ઘટનાને વખોડી છે અને સરકાર આ કેસ મામલે તાત્કાલિક આરોપીનો ઝડપીને સજા કરે તેવી માગ કરી રહ્યા છે.
આરોપીઓએ ઘૃણાસ્પદ કામ કર્યું: કોંગ્રેસના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ
આ મામલે કોંગ્રેસના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે નિવેદન આપતા કહ્યું કે પોલીસ કમિશનર પાસે શહેરને સાચવવા માટેનો પૂરતો સ્ટાફ છે ખરો તેવા વેધક સવાલો કર્યા હતા અને આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડી સખતમાં સખત સજા કરવાની માગ કરી હતી. આરોપીઓએ ઘૃણાસ્પદ કામ કર્યું છે, જેનાથી માથું ઝૂકી જાય છે.
ધારાશાસ્ત્રી શૈલેષ અમીને આપ્યું નિવેદન
ત્યારે ધારાશાસ્ત્રી શૈલેષ અમીને નિવેદન આપતા કહ્યું કે સમગ્ર મામલે પોલીસ કંઈક જુદી જ સ્ટોરી બનાવતું હોય તેવું લાગે છે. સરકાર રાત ભર ગરબા રમવાની વાત કરે છે, પરંતુ સલામતીને નામે મીંડુ જોવા મળી રહ્યું છે. આ ઘટનાથી સરકારનું માથું ઝૂકી જવું જોઈએ. નવલખી બળાત્કાર કેસની ઘટનામાં પણ અમદાવાદની ક્રાઈમ બ્રાન્ચે આરોપીને ઝડપ્યો હતો. અહીંનું ક્રાઈમ બ્રાન્ચ નિષ્ફળ હોવાના પણ આક્ષેપો કર્યા હતા.
હું છોકરીનું કાઉન્સિલિંગ કરવાની છું: શોભનાબેન રાવલ
ગુજરાત સુરક્ષા સમિતિના ચેરપર્સન શોભનાબેન રાવલે નિવેદન આપતા કહ્યું કે છોકરીઓએ અવાવરું જગ્યાએ ના જવું જોઈએ. પોલીસ પણ હાલમાં પોતાની રીતે કામગીરી કરી રહી છે. હું છોકરીનું કાઉન્સિલિંગ કરવાની છું. અગાઉ પણ નવલખી તેમજ અકોટામાં દુષ્કર્મના બનાવ બન્યા હતા. અકોટા ખાતે પણ પતિની હાજરીમાં જ પત્ની ઉપર દુષ્કર્મ કર્યું હતું. નવલખી મેદાન ખાતે પણ જંગલની જાળીઓમાં યુવતી પર દુષ્કર્મ થયું હતું. બહેન દીકરીઓએ પોતાની સુરક્ષા જાતે જ કરવાની હોય છે. છોકરીઓની સિકસસેન્સ પાવરફુલ હોય છે, પરંતુ જો છોકરીઓ જાતે નહીં સમજે તો પોલીસ કે હું કોઈ પણ કશું નહીં કરી શકીએ.
સંસ્કારી નગરી તરીકે ઓળખાતું વડોદરા કલંકિત થઈ ગયું: સામાજિક કાર્યકર
ત્યારે ગૃહિણી રેખાબેન પરીખે પોતાનું નિવેદન આપતા કહ્યું કે ગરબામાં મોકલતા પહેલા મા બાપ પણ છોકરીઓની ચિંતા કરે છે. શહેરમાં લો એન્ડ ઓર્ડર જેવું છે કે નહીં તેવા પણ વેધક સવાલો ઉઠાવ્યા હતા અને આરોપીઓને કડક સજા થાય તેવી માગ કરી છે. ત્યારે સામાજિક કાર્યકર વિજય મટુએ આ ઘટનાને નિંદનીય ગણાવી છે અને સંસ્કારી નગરી તરીકે ઓળખાતું વડોદરા કલંકિત થઈ ગયું હોવાનો આક્ષેપ કર્યો છે.
Source link