અમદાવાદના ઉસ્માનપુરા વિસ્તારમાં સિનિયર સિટીઝન મહિલાને આંખમાં અને મોઢામાં મરચૂ નાખીને લૂંટ કરવાનો પ્રયાસ થયો હતો. અમદાવાદમાં સિનિયર સિટીઝનની સુરક્ષા સામે ફરી એક વખત જોખમ ઉભુ થયુ છે. પરાગબેન રાજેશભાઈ શાહ, (ઉ.વ.72) (રહે. ઉસ્માનપુરા, અમદાવાદ) ફરીયાદ નોંધાવી હતી કે તેઓ તેમના પતિ રાજેશભાઈ શાહ સાથે ર્ફ્સ્ટ ફ્લોર પર રહીએ છીએ અને બંગલાના ગ્રાઉન્ડ ફ્લોરનો ભાગ છે. ત્યાં કલાવતી નર્સિંગ હોમ ચાલુ હતો જે મારા પિત ડો.રાજેશભાઈ શાહનાઓ દ્વારા સંચાલિત હતો અને આ નર્સિંગ હોમ છેલ્લા ચારેક વર્ષથી બંધ છે, પરંતુ મારા પતિના સ્ટાફ્ના એક બહેન શાંતાબેન કે જેઓ પાસે રહેવાની હાલ પુરતી કોઇ સુવિધા ન હોય જેથી તેઓ ઘણા વખત આ નર્સિંગ હોમ ખાતે જ રહે છે. સવારે ઘરની અંદર કામકાજ કરતી હતી અને પતિ મોર્નિગ વોક માટે ગયા હતા ક્યારે અમારા મકાનના ધાબાની સીડી ઉપરથી એક બહેન આશરે 20થી 25 વર્ષના આશરાની જેણે ગોગલ્સ પહેરેલ હતા તથા મોઢે બુકાની બાંધેલ હતી અને શરીરે કાળા કલરનો પંજાબી ડ્રેસ પહેરેલો હતો. જે બહેન નીચે ઉતરેલ તેઓ મને જાણીતા હોવાનું લાગતા મારી પાસે આવી હતી.
Source link