આપણે ઘણી વાર સાંભળ્યું હશે કે સમાધિ કોઈ મોટા સંતો-મહંતોને આપવામાં આવે છે,પરંતુ ગુજરાતના અમરેલીના લાઠી ગામે કંઈક એવું થયું કે પરિવારજનોએ તેમની લકી કારને સમાધિ આપી,વાત સાંભળીને તમને પણ નવાઈ લાગશે પરંતું આ વાત સાચી છે અને એના માટે અમારો સ્પેશિયલ અહેવાલ જરૂર વાંચજો જેમાં તમને સંપૂર્ણ માહિતી મળી રહેશે.
લોકોએ ગરબા પણ લીધા
કોઈ સંતો-મહંતોને સમાધિ અપાય કે કોઈ વ્યક્તિ પાળેલા પ્રાણીને સમાધિ આપે. તેવી ઘટનાઓ તો રોજબરોજ બને છે પરંતુ લાઠી તાલુકાના પાડરશીંગા ગામના ખેડૂત સંજય પોરલાએ કારને સમાધિ આપી છે. આ કાર લીધા બાદ આર્થિક સમૃદ્ધિ આવવા હોઈ ભંગારામાં વેચવા કે બીજા કાયમી યાદગીરી બનાવી લીધી હતી.આ વાત છે લાઠી તાલુકાના પાડરશીંગા ગામની આજે ગામમાં અનેરા ઉત્સાહ સાથે ઢોલ અને ડીજેના તાલ સાથે રાસની રમઝટ બોલી હતી.
ચાર લાખનો ખર્ચો કર્યો
કારના માલિકનું કહેવું છે કે આ કાર તેમના માટે લકી છે અને આ કાર આવ્યા પછી તેમની વૃદ્ધિ પણ વધી છે અને સંપતિ પણ ત્યારે કારની સમાધિને લઈ ગામમાં જમણવાર પણ કરવામાં આવ્યો હતો અને ચાર લાખનો ખર્ચો પણ કરવામાં આવ્યો છે,કારના માલિકે તેમના પરિવારજનોને પણ આ પ્રસંગે બોલાવ્યા હતા,ત્યારે ગુજરાતમાં આ કારની સમાધિને લઈ લોકોમાં ચર્ચાનો વિષય પણ બન્યો છે.કારના માલિક સંજયભાઈએ આ મામલે 1500 લોકોને જમણવાર માટે પણ બોલાવ્યા હતા.
12 ફૂટનો ખોદયો ખાડો
તો-મહંતોની હાજરીમાં કાર માલિકે કારની યાદી રાખવા માટે સમાધી આપી. આ અંગે કાર માલિકે જણાવ્યું કે, વર્ષ 2013-14થી આ કાર અમારી સાથે છે. અમારા પરિવારના સારા અને નરસા દરેક પ્રસંગમાં આ કાર અમારી સાથે રહી. આ કાર આવ્યા બાદ જ અમારી પ્રગતિ થઈ. જેથી કારનું વેચાણ કરવાને બદલે અમે અમારા ખેતરમાં 12 ફૂટ ઊંડો ખાડો ખોદીને કારને સમાધી આપવાનો નિર્ણય લીધો.
Source link